Tue,23 April 2024,4:18 pm
Print
header

ભારતમાં કોરોના સંકટ વચ્ચે મદદ માટે આગળ આવ્યાં સુંદર પિચાઈ અને સત્ય નાડેલા

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેરમાં આવેલી તેજીને જોતા વિશ્વ સ્તર પર આઈટી સેક્ટરની દિગ્ગજ કંપનીઓમાં સામેલ ભારતીય મૂળના સીઈઓએ ચિંતા વ્યક્ત કરી છે. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાડેલાએ ભારતની કોવિડ સ્થિતિને જોઈ દુઃખ વ્યક્ત કર્યુ છે. ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ મદદનો વાયદો કર્યો છે.

સત્ય નાડેલાએ કહ્યું કે કોરોના વાયરસ મહામારીની બીજી લહેરને કારણે ભારતમાં ઉત્તપન્ન થયેલી સ્થિતિથી તેઓ ઘણા દુઃખી છે  અને મદદ કરવાનો વાયદો કર્યો છે. નાડેલાએ પોતાના ટ્વીટમાં કહ્યુ છે કે હું ભારતની વર્તમાન સ્થિતિથી બહું દુઃખી છુ. હું આભારી છુ કે અમેરિકન સરકાર મદદ કરવામાં જોડાઈ છે. માઈક્રોસોફ્ટમાં રાહતના પ્રયાસોમાં મદદ માટે પોતાનો અવાજ, સંસાધનો અને ટેક્નોલોજીનો ઉપયોગ ચાલુ રાખશે.

સુંદર પિચાઈએ ટ્વીટમાં કહ્યું કે ભારતમાં કોરોનાનું સંકટ જોતા ગુગલે 135 કરોડ રુપિયા ફંડ આપવાનો નિર્ણય કર્યો છે. આ ફંડ 'Give India'અને યૂનિસેફના માધ્યમથી ભારતને મળશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch