વડોદરાઃ શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. શહેરમાંથી રખડતા ઢોરને દૂર કરવા હાથ ધરેલી ઝુંબેશ માત્ર કાગળ પર અને પોકળ સાબિત થઈ છે. આ વખતે ખુદ ભાજપના ઉપપ્રમુખને જ ગાયે શિંગડુ મારતાં ઈજાઓ પહોંચી છે. ભાજપ નેતાને માથામાં 4 ટાંકા આવ્યા છે.શહેરમાં રખડતાં પશુઓના ત્રાસને 15 દિવસમાં જ દૂર કરવાની જાહેરાત પોકળ સાબિત થઈ છે. છેલ્લા 12 દિવસમાં ગાયો દ્વારા ઈજા પહોંચાડવાની પાંચથી વધુ ઘટનાઓ સામે આવી છે.
હરિનગર વિનાયક સોસાયટીમાં રહેતાં જાગૃતિ પાઠક વોર્ડ નંબર- 11 માં ભાજપનાં ઉપપ્રમુખ છે. તેઓ ગત શુક્રવારે સાંજે વોર્ડ નંબર 11 ની કચેરીથી પરત ઘરે જઈ રહ્યાં હતા તે દરમિયાન ગાયોનાં ઝૂંડે તેઓને ફંગોળતાં રસ્તા પર પટકાયા હતા.જેને પગલે તેમને માથામાં ઈજા થતાં બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
રખડતા ઢોરનો આતંક છેલ્લા કેટલાક દિવસોથી વધી ગયો છે. આ પહેલા 23 નવેમ્બરે બાજવા ફર્ટિલાઇઝર માર્કેટના ગેટની સામે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી 23 અને 26 નવેમ્બરે રાજીવનગરમાં 2 વર્ષના બાળક પર ગાયે બે વખત હુમલો કર્યો હતો. 24 નવેમ્બરે સમા વિસ્તારમાં સફાઇ સેવક કુણાલ સોલંકીને ગાયે ઈજા પહોંચાડી હતી. 27 નવેમ્બરે ગોરવામાં 50 વર્ષની વ્યક્તિને ગાયે શીંગડે ભરાવતાં ઈજા પહોંચી હતી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
કેનેડાની અત્યાર સુધીની સૌથી મોટી લૂંટમાં ભારતીય મૂળના બે વ્યક્તિઓની ધરપકડ, જાણો કેવી રીતે થયો ખુલાસો | 2024-04-19 18:01:07
વાસુકી નાગના વૈજ્ઞાનિકોને કચ્છમાંથી મળ્યા અવશેષો, ટી-રેક્સ ડાયનાસોર કરતા પણ મોટો હતો | 2024-04-19 17:35:13
Amit shah nomination: લોકસભા ચૂંટણીને લઇને ગાંધીનગર બેઠક પર અમિત શાહે નોંધાવી ઉમેદવારી | 2024-04-19 13:35:31
બીજા રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજનો ભાજપને ડર...આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી પુરી શક્યતા- Gujarat Post | 2024-04-19 09:46:17
લોકસભા ચૂંટણી 2024: પ્રથમ તબક્કાની 102 બેઠકો પર મતદાન શરૂ, બંગાળના કૂચ બિહારમાં પથ્થરમારો, અનેક હસ્તીઓએ કર્યું મતદાન | 2024-04-19 09:39:13
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે ED ની મોટી કાર્યવાહી, રૂ. 97.79 કરોડની સંપત્તિ કરી જપ્ત | 2024-04-18 15:21:53
પૂર, દુષ્કાળ અને ચક્રવાત..આબોહવાની આપત્તિ વિશ્વમાં આર્થિક સંકટ લાવી રહી છે, યુએને વિશ્વને આપી મોટી ચેતવણી | 2024-04-18 09:17:32
પાકિસ્તાનમાં X પર પ્રતિબંધનો કેસ, હાઈકોર્ટે સરકારને એક સપ્તાહમાં નિર્ણય પાછો ખેંચવા આપ્યો આદેશ | 2024-04-17 18:20:40
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર ટ્રેલર પાછળ ઘુસી જતાં 10 લોકોનાં મોત- Gujarat Post | 2024-04-17 16:08:22