Thu,25 April 2024,10:15 pm
Print
header

મેલબોર્નમાં 15 દિવસમાં ત્રીજી વખત હિંદુ મંદિર પર હુમલો, તોડફોડ કરીને ખાલિસ્તાનના સમર્થનમાં લગાવાયા નારા- Gujarat Post

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં છેલ્લા 15 દિવસમાં ત્રીજી વખત હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. અગાઉની ઘટના 17 જાન્યુઆરીએ બની હતી ત્યારબાદ BAPS સ્વામિનારાયણ મંદિર પર હુમલો થયો હતો. જે બાદ મેલબોર્નના આલ્બર્ટ પાર્કમાં ઈસ્કોનના હરે કૃષ્ણ મંદિરની દિવાલો પર ખાલિસ્તાન તરફી અને ભારત વિરોધી નારા લખવામાં આવ્યાં છે. આ મંદિર મેલબોર્નમાં ભક્તિ યોગ ચળવળનું જાણીતું કેન્દ્ર છે. મંદિર પ્રબંધનના જણાવ્યાં અનુસાર સોમવારે મંદિરમાં તોડફોડ જોવા મળી હતી, તેના પર ખાલિસ્તાન તરફી અને ભારત વિરોધી સૂત્રો લખેલા જોવા મળ્યાં હતા.

ઇસ્કોનના હરે કૃષ્ણ મંદિરના સંચાર નિર્દેશક ભક્ત દાસે ઓસ્ટ્રેલિયન મીડિયાને જણાવ્યું કે સંસ્થા અને હિન્દુઓ આ સ્પષ્ટ અનાદર અને પૂજા સ્થળની ઉપેક્ષાથી ખૂબ નારાજ છે.આ મંદિરના ભક્ત શિવેશ પાંડેએ કહ્યું કે મેલબોર્નમાં હિન્દુ મંદિરોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યાં છે, પરંતુ વિક્ટોરિયા પ્રાંતની પોલીસ આવા લોકો સામે કોઈ મોટી કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. આ લોકો શાંતિથી જીવતા હિન્દુ સમૂદાયના લોકો વિરુદ્ધ સતત નફરતનો એજન્ડા ચલાવી રહ્યાં છે.આ મંદિર પર 17મી જાન્યુઆરીએ પણ હુમલો થયો હતો.  

છેલ્લા હુમલા બાદ પણ મંદિરની દિવાલો પર આતંકવાદી ભિંડરાવાલેના સમર્થનમાં નારા લખવામાં આવ્યાં હતા. જરનૈલ સિંહ ભિંડરાવાલેની ઉશ્કેરણી પર પંજાબમાં આતંકવાદ ફેલાવવામાં આવ્યો હતો, તોફાનોમાં હજારો શીખ અને હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી. મંદિરની દિવાલો પર લખેલા સ્લોગનમાં તેને શહીદ ગણાવવામાં આવી રહ્યો છે. વિક્ટોરિયા રાજ્યમાં હિંદુ એસોસિએશન ઑફ ઑસ્ટ્રેલિયાના પ્રમુખ મકરંદ ભાગવતે મીડિયાને કહ્યું છે કે ધર્મસ્થળો વિરુદ્ધ નફરતના કોઈપણ કૃત્યનું સમર્થન કરી શકાય નહીં. મકરંદે એમ પણ કહ્યું કે તેમનું સંગઠન મંદિરો પર હુમલાની સખત નિંદા કરે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch