Thu,25 April 2024,11:20 pm
Print
header

અનેક લોકો આવ્યાં બોઘરાના સમર્થનમાં, સુરતમાં પોલીસનો ભ્રષ્ટાચાર ઉજાગર કરતાં વકીલ મેહુલ બોઘરા પર હુમલો– Gujarat Post

સુરતઃ સોશિયલ મીડિયા પર અવાર નવાર પોલીસની કામગીરી બાબતે વીડિયો અપલોડ કરનાર એડવોકેટ મેહુલ બોઘરા પર ફેસબુક લાઇવ કરતી વખતે એક વ્યક્તિએ માથાના ભાગે લાકડી મારતાં લોહી લુહાણ થયા હતા. લસકાણા પોલીસ ચોકી નજીક વાહન ચાલકોને અટકાવી કહેવાતો ભ્રષ્ટાચાર આચરવાની ઘટના લાઇવ કરતી વખતે આ ઘટના બની હતી.

મેહુલ બોઘરા પર હુમલો થયાની જાણ થતાં જ સમર્થકોએ સોશિયલ મીડિયા પર પોલીસ સ્ટેશન પહોંચવાના મેસેજ વાયરલ કર્યાં હતા. પોલીસનો ભ્રષ્ટાચાર ઉજાગર કરતાં વકીલ મેહુલ બોઘરા પર ટ્રાફિક બ્રિગેડ સુપરવાઇઝર સાજન ભરવાડે હુમલો કર્યો હતો. યોગી ચોક ખાતે આવેલી આણંદ રેસિડેન્સીમાં મેહુલ બોઘરા સોશિયલ મીડિયાના માધ્યમથી સુરત સિટી પોલીસની કામગારી અંગે વીડિયો અપલોડ કરે છે. મોટાભાગે પોલીસના ખાનગી વાહનોની નંબર પ્લેટ કે કાળા કાચ બાબતે મેહુલ બોઘરાએ વીડિયો અપલોડ કરી પીએસઆઈ કક્ષાના અધિકારીઓ પાસે દંડ ભરાવ્યો હતો. જ્યારે ટ્રાફિક અને ટીઆરબી દ્વારા કથિત તોડપાણી બાબતે અનેક વખત એફબી લાઇવ કરીને વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યાં હતા. જેને કારણે તે પોલીસ વિભાગને કણાની જેમ ખૂંચતા હતા.

ગુરુવારે બપોરે લસકાણા ચોકી નજીક ટ્રાફિક વિભાગના માણસો દ્વારા ટેમ્પો ચાલકોને રોકીને રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાની પ્રવૃતિ ધ્યાને આવતાં તેઓ રોકાઈ ગયા હતા અને ફેસબુક લાઇવ કર્યુ હતું. જેને લઈ ખાનગી કપડામાં ઉભેલા એક વ્યક્તિએ લાકડીથી હુમલો કર્યો હતો. માથાના ભાગે લાકડી વાગતાં તે લોહી લુહાણ થઈ ગયો હતો.  આ આખી ઘટના ફેસબુક લાઇવ થઈ હતી. આ મામલે હુમલો કરનાર સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch