Wed,24 April 2024,12:49 pm
Print
header

ATS એ 15 લોકોની કરી અટકાયત, અગાઉના પેપર લીકમાં વડોદરાની ગેંગની ભૂમિકા હતી, આપના સરકાર પર પ્રહાર

અમદાવાદઃ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર પાછું ફૂટી ગયું અને લાખો ઉમેદવારોએ પરીક્ષા આપ્યાં વગર જ ઘરે જવાનો વારો આવ્યો છે. સરકારે હાથ ઉપર કરી નાખ્યાં અને એજન્સીના માથે દોષનો ટોપલો ઢોળી નાખ્યો, આ બધાની વચ્ચે ગુજરાત એટીએસે વડોદરા અને સુરતમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેમાં 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. વડોદરાના માંજલપુર અને અટલાદરાથી આ લોકોને ઝડપી પાડવામાં આવ્યાં છે.

અગાઉના પેપર લિકમાં પણ વડોદરાની ગેંગ હોવાની ચર્ચાઓ હતી, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પહેલાથી જ પેપર લિકને લઇને સરકારને ચેતવણી આપી હતી, અગાઉના પેપર લિકના અનેક આરોપીઓ સામે કડક કાર્યવાહી ન કરતા આ સ્થિતી ઉભી થઇ છે.

અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકાર સામે પ્રહાર કરતા કહ્યું આ લોકોના રાજમાં બધા પેપર લિક થઇ જાય છે.
ગુજરાતના આપ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ગજબ ! પેપર નહીં ઉમેદવારોની કિસ્મત ફૂટી છે ! ભરોસાની ભાજપ સરકારના કરોડો રૂપિયાના ખર્ચે લાગેલા બેનરોથી ઉમેદવારો અને એમના માતા-પિતાએ ભરોસો કરીને 99થી વધારીને 156 બેઠકો આપી. પરંતુ ભાજપે ફરી કૌભાંડો અને પેપર ફોડવાનું શરુ કરી દીધું ! 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch