Fri,19 April 2024,7:33 pm
Print
header

Big News- ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મોટું ઓપરેશન, દરિયામાંથી અંદાજે 250 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપી પાડ્યું

ડ્રગ્સના જથ્થા સાથે 7 ઇરાની નાગરિકો ઝડપાયા 

ફાઇલ ફોટો

કચ્છઃ ફરી એક વખત ભારતીય જળ સીમામાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓને મોટી સફળતા મળી છે. ભારતીય જળસીમામાંથી 50 કિલો હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત 250 કરોડ રૂપિયા થાય છે, સાથે જ 7 ઇરાની નાગરિકોને પણ બોટ પરથી ઝડપી લેવાયા છે. જેઓ માછીમારોના વેશમાં ભારતમાં ડ્રગ્સનો આ જથ્થો ઘૂસાડી રહ્યાં હતા.

થોડા દિવસ પહેલા પણ મુદ્રા પોર્ટ પરથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, જેની કિંમત 8,500 કરોડ રૂપિયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. અગાઉ પણ કચ્છના દરિયામાંથી પાકિસ્તાની બોટો ઝડપાઇ ચુકી છે જેમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. પાકિસ્તાનથી વાયા અન્ય દેશોમાં થઇને પણ ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું છે. હાલમાં સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સનો જથ્થો ભારતમાં કઇ ગેંગને પહોંચાડવાનો હતો આ મામલે વધુ માહિતી ટૂંક સમયમાં જ સામે આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch