Wed,24 April 2024,2:16 am
Print
header

અપહરણ કેસમાં અતિક અહેમદને મળી આજીવન કેદની સજા, ઉમેશ પાલની માતાએ કહ્યું તેને ફાંસી થવી જોઈએ

ઉત્તરપ્રદેશઃ પોતાને ક્રાઇમની દુનિયાનો બેતાજ બાદશાહ માનનારા ગેંગસ્ટર અતિક અહેમદને ઉમેશ પાલ અપહરણ કેસમાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં તેનો ભાઈ અશરફ પણ આરોપી હતો,પરંતુ કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો.આ કેસમાં કુલ ત્રણ લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, તમામ દોષિતોને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

અતિક અહેમદને આપવામાં આવેલી આજીવન કેદની સજા પર પ્રતિક્રિયા આપતા ઉમેશ પાલનીામાતાએ કહ્યું કે તેને ફાંસીની સજા થવી જોઇએ. અતિક મારા પરિવારને મારી શકે છે. આ લોકોની સામે મારો પુત્ર સિંહની જેમ લડ્યો હતો.

પ્રયાગરાજના એમપી-એમએલએ કોર્ટ સંકુલની અંદર અતિકને ફાંસી દો ના નારા લગાવવામાં આવી રહ્યાં છે. જ્યારે અતિકને કોર્ટની અંદર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે વકીલોએ નારાબાજી શરૂ કરી દીધી હતી. 'અતિક મુર્દાબાદ' અને ફાંસી દો ફાંસી દો નારા લાગ્યા હતા. 

વકીલો જૂતાની માળા સાથે પહોંચ્યાં

અતિક અહેમદને કોર્ટમાં દોષી ઠેરવવામાં આવ્યો તો તેની આંખોમાંથી આંસુ નીકળી ગયા હતા. તે સમયે અતિક અને તેનો ભાઈ અશરફ રડી રહ્યાં હતા. આ પહેલા જ્યારે પોલીસ ટીમ માફિયા અતિક, તેના ભાઈ અશરફ અને ફરહાનને કોર્ટમાં લઈ આવી તો કોર્ટની બહાર હંગામો થયો હતો. અતિક અહેમદને જૂતાની માળા પહેરાવવા માટે વકીલો ત્યાં પહોંચ્યા હતા, સૂત્રોચ્ચાર કરતા વકીલોનું કહેવું છે કે અતિક અહેમદે અમારા ભાઈ ઉમેશ પાલની હત્યા કરી છે. ઉમેશ પાલ પણ વકીલ હતો, જ્યારે તેની હત્યા કરવામાં આવી ત્યારે તેણે કાળો કોટ પહેર્યો હતો.

ઉમેશ પાલ અપહરણ કેસ 

અતિક અને તેના સાગરિતોએ 28 ફેબ્રુઆરી, 2006ના રોજ રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલનું અપહરણ કર્યું હતું. તેને માર મારવામાં આવ્યો હતો, ઇલેક્ટ્રીક ઝટકા આપવામાં આવ્યાં હતા અને એફિડેવિટ પર સહી કરવાની ફરજ પડી હતી, 1 માર્ચ, 2006 ના રોજ કોર્ટમાં ઉમેશ પાલ પાસે એવી જુબાની અપાવી હતી કે રાજુ પાલની હત્યાના સમયે સ્થળે પર હાજર ન હતો. 5 જુલાઈ 2007ના રોજ આ કેસમાં 11 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને આ પછી કોર્ટમાં જુબાનીનો સિલસિલો શરૂ થયો હતો, ત્યારબાદ ઉમેશપાલ વતી પોલીસકર્મીઓ સહિત કુલ 8 સાક્ષીઓ હાજર થયા હતા, જ્યારે અતિક ગેંગે 54 સાક્ષીઓની જુબાની આપી હતી. આ પછી જ્યારે ઉમેશ પાલના કેસની સુનાવણીમાં વિલંબ થવા લાગ્યો ત્યારે ઉમેશ પાલે હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટના આદેશ બાદ બે મહિનામાં સુનાવણી પૂર્ણ થઈ હતી, ઉમેશ પાલની હત્યા કરવામાં આવી ત્યારે તે જ સુનાવણીમાં છેલ્લી જુબાની આપીને ઘરે પરત ફર્યો હતો. હવે 17 વર્ષ બાદ આ કેસમાં અતિકને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch