પ્રયાગરાજઃ ઉમેશ પાલ અપહરણ કેસમાં અતિક અહેમદને આજીવન કેદની સજા સંભળાવ્યાં બાદ તેને હવે પાછો અમદાવાદની સાબરમતિ જેલમાં લવાશે, જેથી ગેંગસ્ટર ભયના ઓથાર હેઠળ આવી ગયો છે. પ્રયાગરાજ પોલીસ તેને અમદાવાદની સાબરમતિ જેલમાં પરત લઇ આવશે. નૈની જેલના અધિકારીઓના જણાવ્યાં અનુસાર આ કેસની સુનાવણી માટે જ માફિયાને પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. કેસની સુનાવણી પુરી થયા બાદ ફરીથી તેને સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવશે. તેના ભાઈ અશરફને પણ બરેલી જેલમાં પરત મોકલી દેવામાં આવશે.
અતિક સહિત ત્રણ દોષિતોને આજીવન કેદની સજા
આ પહેલા પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટે મોટો નિર્ણય આપ્યો હતો. કોર્ટે સૌથી પહેલા માફિયા અતિક અહેમદ સહિત ત્રણ આરોપીઓને દોષી ઠેરવ્યા હતા. તમામ દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. 17 વર્ષ જૂના ઉમેશ પાલ અપહરણ કેસમાં અતિક અહેમદ સહિત તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જો કે અતિક અહેમદના ભાઈ અશરફ અહેમદ સહિત સાત આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં હતા.
એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો
કોર્ટે દોષિતોને એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ દંડ ઉમેશ પાલના પરિવારજનો દ્રારા આપવામાં આવશે.અતિક ઉપરાંત હનીફ અને દિનેશને પણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. અતિક સામે અત્યાર સુધીમાં 100 થી વધુ કેસ નોંધાયેલા છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
સાક્ષીની ક્રૂર રીતે હત્યા કરનારો સાહિલ ઝડપાયો, 30થી વધુ વખત ચાકુના માર્યા હતા ઘા | 2023-05-29 16:01:20
દિલ્હીમાં યુવકે સગીરા પર ચપ્પુના કર્યા 30 ઘા, માથા પર પથ્થરના પ્રહાર કરીને રહેંસી નાંખી- Gujarat Post | 2023-05-29 15:27:20
વડાપ્રધાન મોદીને દેશને સમર્પિત કર્યું નવું સંસદ ભવન, સેંગોલને કર્યા સાષ્ટાંગ દંડવત- Gujarat Post | 2023-05-28 12:59:37
ભારત માટે ઐતિહાસિક ક્ષણ, નવી સંસદના ઉદ્ધઘાટન પહેલા પંડિતોએ વડાપ્રધાન મોદીને સોંપ્યું સેંગોલ | 2023-05-27 21:33:07