Fri,26 April 2024,1:09 am
Print
header

અસમમાં નાગરિકતા સંશોધન બિલનો ઉગ્ર વિરોધ, પ્રદર્શનકારીઓએ અનેક જગ્યાઓએ આગ લગાવી દીધી

અસમ: કેન્દ્ર સરકારે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ કર્યું છે, જેની સામે અસમમાં ઉગ્ર વિરોધ શરૂ થઇ ગયો છે, 16 જેટલા સંગઠનોએ અસમ બંધ આપીને ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો કર્યા છે. નોર્થ ઈસ્ટ સ્ટૂડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન(NESO) અને ઓલ અસમ સ્ટૂડન્ટસ યુનિયન(AASU)ના કાર્યકર્તાઓએ રસ્તાઓ પર ટાયર સળગાવીને વિરોધ દર્શાવ્યો છે, મોટા શહેરોમાં દુકાનો બંધ કરાવી દીધી છે, આ બિલ મુજબ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોના હિંદુઓને ભારતમાં નાગરિકતા આપવામાં આવશે, જેની સામે અસમના લોકોનું કહેવું છે કે બહારથી આવેલા લોકોને કારણે તેમની રોજગારી પર અસર થશે અને તેમની શાંતિ છીનવાઇ જશે.

પોલીસ દ્વારા અહી પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે, લોકોમાં રોષ જોતા સ્થિતિ વધુ તંગ બને તેવી શક્યતા છે, જેથી સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, બીજી તરફ કોંગ્રેસ, ટીએમસી અને ડાબેરીઓએ આ બિલનો વિરોધ કર્યો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch