Thu,25 April 2024,6:35 am
Print
header

આસામમાં પૂર: 32 જિલ્લાઓમાં 31 લાખની વસ્તી અસરગ્રસ્ત, અત્યાર સુધીમાં 62 લોકોનાં મોત- Gujarat Post

ગુવાહાટીઃ આસામમાં પૂરને કારણે જાનમાલને ઘણું નુકસાન થયું છે. મોટી સંખ્યામાં લોકોએ રાહત શિબિરોમાં આશરો લેવો પડ્યો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાઓના 4,296 ગામોના કુલ 31 લાખ જેટલા લોકો પૂરથી પ્રભાવિત થયા છે. 24 કલાકમાં વધુ 8 લોકોએ જીવ ગુમાવ્યાં છે.અત્યાર સુધીમાં કુલ 62 લોકોનાં મોત થયા છે, જેમાંથી 51 લોકોએ પૂરમાં અને 11 ભૂસ્ખલનમાં જીવ ગુમાવ્યો છે.પૂરને કારણે ખેતીલાયક જમીનને અસર થઈ છે.

પૂર પ્રભાવિત વિસ્તારોમાં 514 રાહત શિબિરો અને 302 રાહત વિતરણ કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે.આ રાહત શિબિરોમાં કુલ 1,56,365 લોકો આશરો લીધો છે. રાજ્યના 32 જિલ્લાઓમાં 4 હજારથી વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે.પાડોશી રાજ્ય મેઘાલયમાં 24 કલાકથી વરસાદ ચાલુ છે. પશ્ચિમ ત્રિપુરામાં અવિરત વરસાદને કારણે જાનમાલને નુકસાન થયું હતું.ત્રિપુરામાં  NDRF, આસામ રાઈફલ્સના જવાનોએ બચાવ-રાહત કામગીરી હાથ ધરી છે. અગરતલામાં અનેક લોકોએ રાહત શિબિરોમાં આશરો લીધો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વ શર્મા પાસેથી પૂરની સ્થિતિ વિશે માહિતી લીધી હતી, કેન્દ્ર સરકાર તરફથી શક્ય એટલી તમામ મદદની ખાતરી આપી હતી. 

આસામના હોજાઈ જિલ્લામાં પૂર પ્રભાવિત લોકોને લઈ જતી હોડી પલટી ખાઇ ગઈ હતી, જેમાં ત્રણ બાળકો ગુમ થયા હતા, 21 લોકોને બચાવી લેવામાં આવ્યાં હતા, એક અધિકારીઓએ જણાવ્યું કે 24 ગ્રામજનોનું એક જૂથ શુક્રવારે મોડી રાત્રે ઇસ્લામપુર ગામથી સુરક્ષિત જગ્યા પર જઇ રહ્યું હતું. 

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે આસામના મુખ્યમંત્રી સાથે વાત કરી અને રાજ્યમાં પૂરને કારણે પરિસ્થિતિની માહિતી મેળવી છે. કેન્દ્ર તરફથી શક્ય તેટલી તમામ મદદની ખાતરી આપુ છું. હું પૂરથી પ્રભાવિત આસામના લોકોની સલામતી- સુખાકારી માટે પ્રાર્થના કરું છું.

શર્માએ વડાપ્રધાનના ટ્વીટનો જવાબ આપતા આભાર માન્યો હતો. શર્માએ ટ્વીટ કર્યું, “વડાપ્રધાન મોદીએ મને શનિવારે સવારે 6 વાગે આસામમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરવા માટે ફોન કર્યો હતો. કુદરતી આફતને કારણે લોકોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે ચિંતા વ્યક્ત કરીને મોદી સરકારે મદદની ખાતરી આપી છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch