Thu,25 April 2024,10:01 am
Print
header

આપણી વચ્ચે નથી રહ્યાં અભિનેતા-દિગ્દર્શક આશિષ કક્કડ...સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલીનો ધોધ

અમદાવાદઃ ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં કામ કરીને ગુજરાતનું ગૌરવ વધારનારા અભિનેતા-દિગ્દર્શક, વોઇસ આર્ટિસ્ટ એવા અવાજના બેતાજ બાદશાહ આશિષ કક્કડ આપણી વચ્ચે નથી રહ્યાં, આ સમાચાર તેમના લાખો ચાહકોને નિરાશ કરનારા છે, તેઓ પોતાના પરિવારને મળવા કોલકત્તા ગયા હતા, પુત્રનો જન્મદિવસ આજે હતો, પુત્ર અને પત્નીની મળ્યાં પછી ઘરમાં સુતા હતા પછી ઉઠ્યાં જ નહીં, હાર્ટએટેકને કારણે તેમનું નિધન થઇ ગયું છે. 

આશિષ કક્કડે અનેક જાહેરાતો, ફિલ્મો, નાટકોમાં કામ કર્યું છે, તેઓનો અવાજ ઇન્ડસ્ટ્રીઝમાં ગુંજતો રહ્યો છે. તેમના જવાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને તેમના લાખો ચાહકો નિરાશ થઇ ગયા છે, સોશિયલ મીડિયામાં તેમને યાદ કરીને ચાહકો દુખ વ્યક્ત કરી રહ્યાં છે. ગુજરાતે પણ એક મોટા કલાકારને ગુમાવ્યાં છે.  

કક્કડે પોતાની બેટર હાફ (2010) ફિલ્મથી ગુજરાતી સિનેમામાં નવો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. 2016માં મિશન મમ્મી નામની ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. જે ઘણી ચાલી હતી. તેમણે ગુજરાતી ફિલ્મ બે યાર, વિટામિન શી, તમે કેવા અને સૂર્યાંશમાં પણ કામ કર્યું હતુ. તેમણે સુપરહિટ હિન્દી ફિલ્મ કાઈ પો છે માં પણ કામ કર્યું હતુ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Guja

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch