Wed,24 April 2024,1:11 am
Print
header

અમિત શાહે પૂર્વોત્તરના મુખ્યપ્રધાનો સાથે બેઠક કર્યાંના કલાકો બાદ અસમ-મિઝોરમ સરહદ પર હિંસા, 6 જવાનો શહીદ

અસમઃ ગૃહમંત્રી અમિત શાહે બે દિવસ પહેલા જ પૂર્વોત્તર રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક કર્યાં બાદ હવે અસમ અને મિઝોરમ સરહદ મામલે અહીના લોકોમાં અથડામણ શરૂ થઇ ગઇ છે અનેક જગ્યાએ આગ લગાવી દેવામાં આવી છે. ઘર્ષણમાં 6 પોલીસ જવાનો શહીદ થયા છે સ્થિતિ હજુ પણ બેકાબૂ છે. અહીં બંને રાજ્યો વચ્ચે સરહદની જમીનને લઇને જૂનો વિવાદ ચાલી રહ્યો છે જેના પર અનેક બેઠકો બાદ પણ તેનો કોઇ ઉકેલ આવ્યો નથી.

અસમના મુખ્યમંત્રી હિમંતા બિશ્વ સરમાએ 6 પોલીસકર્મીઓ શહીદ થયાની વાત જણાવી છે. મિઝોરમા મુખ્યમંત્રી જોરામથાંગાએ સરહદ પર પથ્થરબાજીનો વીડિયો શેર કર્યો હતો, બાદમાં વિવાદ વધુ વણસ્યો છે. અસમે આ મુદ્દે મિઝોરમના સીએમને દોષિત ગણાવી દીધા છે. સાથે જ હવે ગૃહમંત્રી અમિત શાહ આ મામલે દખલ કરે તેવી માંગ કરી છે. મિઝોરમના ત્રણ જિલ્લાઓ આઈઝોલ, કોલાસીબ અને મમીત તથા અસમના કછાર, કરીમગંજ અને હૈલાકાંડી જિલ્લાઓની સાથે 164 કિલોમીટરની સરહદ જોડાયેલી છે. બંને પાડોશી રાજ્યો વચ્ચે સરહદ વિવાદ જૂનો છે અનેક પ્રયાસો છંતા તેનો નિકાલ આવ્યો નથી. જો કે હાલમાં અહી સીઆરપીએફના જવાનોએ મોરચો સંભાળી લીધો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch