Fri,20 September 2024,11:59 am
Print
header

અમેરિકામાં રાહુલ ગાંધીના ભાષણથી રાજકારણ ગરમાયું, મુસ્લિમો બરબાદ થઈ ગયા પર અસદુદ્દીન ઓવૈસી કહી આ વાત

નવી દિલ્હી: ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. અમેરિકામાં રાહુલે આપેલા ભાષણ પર ઓવૈસીએ અનેક સવાલો ઉઠાવ્યાં હતા. AIMIM સુપ્રીમોએ કોંગ્રેસના નેતાના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો, જેમાં 1980ના દાયકામાં જ્યારે કોંગ્રેસ ઉત્તર પ્રદેશ અને કેન્દ્રમાં સત્તામાં હતી,ત્યારે મુસ્લિમો વિરુદ્ધ હિંસાની કથિત ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. ઓવૈસીએ દાવો કર્યો હતો કે રાજકીય ધર્મનિરપેક્ષતાએ દેશમાં મુસ્લિમોને બરબાદ કરી દીધા છે.

રાહુલ ગાંધીએ અમેરિકામાં એવું શું કહ્યું ?

રાહુલ પર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું કે સંસદ અને વિધાનસભાઓમાં મુસ્લિમોના પ્રતિનિધિત્વને ખતમ કરવા માટે રાજકીય ધર્મનિરપેક્ષતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમેરિકામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતમાં મુસ્લિમો, ખ્રિસ્તીઓ, દલિતો અને આદિવાસીઓને લાગે છે કે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. રાહુલના નિવેદનનો જવાબ આપતા ઓવૈસીએ કહ્યું, 'આ ખોટું છે. તમને ભારતીય મુસ્લિમો પર પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, પરંતુ તમે કહ્યું હતું કે 1980ના દાયકામાં દલિતો અને શીખો સાથે પણ આવી જ ઘટનાઓ બની હતી.

તમારે અશોક ગેહલોતને પાઠ ભણાવવો જોઈએ

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, 'તમારે જણાવવું જોઈતું હતું કે મુસ્લિમો સાથે શું થઈ રહ્યું છે. તેમણે અશોક ગેહલોતને પાઠ ભણાવવો જોઈએ. રાહુલ ગાંધીએ એ પણ જણાવવું જોઈતું હતું કે રાજસ્થાનમાં જુનૈદ અને નાસિરની હત્યા કેવી રીતે થઈ. છત્તીસગઢમાં, તમારી સરકારે એક 'ધર્મ સંસદ' પ્રાયોજિત કરી હતી, જ્યાં મારપીટ કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે અને ત્યાં તેમના દ્વારા કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓને કારણે ભારતમાં રાજકીય પારો ઊંચકાયો છે, તેમને વિદેશમાં જઇને દેશને બદનામ કર્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch