Thu,25 April 2024,2:19 am
Print
header

કબૂલ.. શાહરૂખના લાડલા આર્યન ખાને NCB સામે કહ્યું, હું ડ્રગ્સ લઉં છું

 

 

મુંબઇઃ ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટીના કેસમાં ધરપકડ કરાયેલો આર્યન ખાન જેલમાં છે. શુક્રવારે ફોર્ટ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધા બાદ હવે આર્યનના વકીલ સતીશ માનશિંદે સેશન્સ કોર્ટમાં જામીન માટે અપીલ કરશે.જાણવા મળ્યું છે કે આર્યન અને અરબાઝ મર્ચન્ટે એનસીબીની પૂછપરછ દરમિયાન ડ્રગ્સ લેવાની કબૂલાત કરી છે.આર્યને કહ્યું છે કે તે ચરસનો નશો કરે છે. ક્રૂઝ પાર્ટી દરમિયાન ચરસ પણ લેવાનો હતો. NCB એ કોર્ટમાં આપેલા પંચનામામાં જણાવ્યું કે સર્ચ દરમિયાન અરબાઝે જૂતામાંથી ડ્રગ્સનું પાઉચ કાઢયું હતું. અરબાઝ પાસેથી 6 ગ્રામ ચરસ મળી આવ્યું હતું.

ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટીના કિસ્સામાં NCB ની કાર્યવાહી ચાલુ છે. શનિવારે એનસીબીએ બાંદ્રામાં ફિલ્મ નિર્માતા ઇમ્તિયાઝ ખત્રીના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. અચિત કુમારની પૂછપરછમાં ઇમ્તિયાઝનું નામ સામે આવ્યું છે.અચિતની ગુરુવારે એનસીબીએ ધરપકડ કરી હતી.તમને જણાવી દઈએ કે અભિનેતા સુશાંતના મૃત્યુ સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં ઈમ્તિયાઝનું નામ જોડાયું હતુ.

ઈમ્તિયાઝ ખત્રી માત્ર નિર્માતા જ નથી, પણ એક બિલ્ડર પણ છે.તેની INK ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની છે.2017 માં VVIP યુનિવર્સલ એન્ટરટેઇનમેન્ટ નામની કંપનીની રચના કરવામાં આવી હતી, જે બોલીવુડમાં નવા કલાકારોને તક આપે છે. મુંબઈમાં ઈમ્તિયાઝની પોતાની ક્રિકેટ ટીમ પણ છે, તે બોલીવુડની ફિલ્મોમાં ફાઇનાન્સ કરે છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch