Wed,31 May 2023,1:58 am
Print
header

અરવિંદ કેજરીવાલે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાને આપ્યા અભિનંદન, કહ્યું- હંમેશા જોડી બની રહે...

મુંબઇઃ બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ 13 મેના રોજ સગાઈ કરી છે. આ સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન તેમની પત્ની સાથે પહોંચ્યાં હતા. કેજરીવાલે તેમના ટ્વિટર હેન્ડલ પર રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની રિંગ સેરેમનીની તસવીર શેર કરી અને બંનેને તેમની નવી સફર માટે શુભેચ્છા પાઠવી હતી.

અરવિંદ કેજરીવાલે અભિનંદન પાઠવ્યાં હતા

અરવિંદ કેજરીવાલે ટ્વીટમાં લખ્યું - "ભગવાન દ્વારા બનાવેલી તમારી આ સુંદર જોડી કાયમ રહે." કેજરીવાલે શેર કરેલી તસવીરમાં રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા એકબીજાને ગળે લગાવતા જોવા મળી રહ્યાં છે. પોઝ આપતા જોવા મળી રહ્યાં છે. કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું કે જીવનની આ નવી સફરની શરૂઆત માટે તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન તમને બંનેને હંમેશા ખુશ રાખે.

સગાઇમાં અનેક નેતાઓએ હાજરી આપી હતી

રાઘવ ચઢ્ઢા અને પરિણિતી ચોપરાની સગાઇમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ, મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરે સહિત ઘણા લોકોએ હાજરી આપી હતી. પરિણીતીની બહેન પ્રિયંકા ચોપરા પણ સગાઇમાં આવી હતી. આ સગાઇમાં રાઘવ અને પરિણીતી બંનેએ મેચિંગ વ્હાઇટ આઉટફિટ પહેર્યાં હતા.પરિણીતી ચોપરાએ સફેદ કુર્તી પહેરી હતી જેને મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરી હતી. જ્યારે રાઘવ ચઢ્ઢાએ પવન સચદેવનું અચકન પહેર્યું હતું.સગાઇની તસ્વીર શેર કરતા પરિણીતીએ લખ્યું - મેં જે માટે પ્રાર્થના કરી, મેં હા પાડી. વાહેગુરુજી દયા કરે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch