Fri,26 April 2024,2:06 am
Print
header

ભાજપની ઉંઘ ઉડી જાય તેવી આપની જાહેરાત, કેજરીવાલે કહ્યું અમારી સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ થશે- Gujaratpost

સત્તા પર આવ્યાંના બે મહિના પછી જૂની પેન્શન યોજના લાગુ કરી દેવાશે 

ભાજપ અને કોંગ્રેસ ઇચ્છતી નથી કે લોકોની સમસ્યા દૂર થાય

વડોદરાઃ ગુજરાતમાં જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવા માટે સરકારી કર્મચારીઓ ભાજપ સામે આંદોલન કરી રહ્યાં છે. ત્યારે હવે આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડોદરામાં આ મામલે મોટી જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યું કે, જો ગુજરાતમાં  અમારી આપની સરકાર બનશે તો અમે જૂની પેન્શન સ્કીમ લાગું કરી દઇશું. ભાજપની સરકારમાં અહંકાર આવી ગયો છે. આમ આદમી પાર્ટીને એક મોકો આપવાની કેજરીવાલે અપીલ કરી છે. સરકારી કર્મચારીઓને આપ માટે કામ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, અમે ગુજરાતના લોકોની મોંઘવારીથી દૂર કરીશું. ભાજપ અને કોંગ્રેસ ઇચ્છતી નથી કે લોકોની સમસ્યાઓ દૂર થાય.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સરકારી કર્મચારીઓ દુઃખી છે, તેઓ જૂની પેન્શન સ્કીમની માંગ કરી રહ્યાં છે. અમારી સરકાર બનશે તો સ્કીમ લાગુ કરીશું. સરકારી કર્મચારીઓને કહ્યું તમે સંઘર્ષ ચાલુ રાખો. જો આ સરકાર જૂની પેન્શન યોજના લાગુ કરે તો સારી વાત છે. નહીં કરે તો અમે સત્તા પર આવતા બે મહિનામાં જ જૂની પેન્શન યોજના લાગુ કરીશું.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં 27 વર્ષની અહંકારી ભાજપ સરકારને હટાવવા તમામ સરકારી કર્મચારી કામે લાગી જાય, આ બંને પાર્ટીઓ મને આતંકવાદી કહે છે. મને ગાળો બોલે છે. પરંતુ અમે તો જનતાના સેવક છીએ. અહીં વીજળી મફત આપીશું. સરકારી શાળાઓને વધુ સારી બનાવીશું. આ બધી જ ગેરંટીનો તેમને વાંધો છે. આ લોકો અમારો વિરોધ કરે છે. કેજરીવાલ ચોર છે ભ્રષ્ટાચારી છે કહી રહ્યાં છે. ફોરેસ્ટ ગાર્ડ, એલઆરડી, શિક્ષકો, ખેડૂતો તમામ સરકાર સામે આંદોલન કરે છે.તેમના તમામ મુદ્દાઓનું અમે સમાધાન કરીશું.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch