કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ શિક્ષણ કૌભાંડમાં અર્પિતા મુખર્જીની મુશ્કેલી વધી રહી છે. બુધવારે બપોરથી EDની ટીમ અર્પિતાના બીજા ઘરે તપાસ કરી રહી છે. તેના ઘરે ફરી એકવાર મોટી રકમ મળી આવી છે. આ રકમ એટલી વધારે છે કે EDએ ચલણી નોટ ગણવાના મશીનો મંગાવી દીધા છે. અહીંથી 29 કરોડ રૂપિયા રોકડા અને 5 કિલો સોનું ઝડપાયુંં છે. તેના ઘરના ટોઇલેટમાં આ બધુ છુપાવીને રાખ્યું હતુ.
ઇડીએ ક્લબ ટાઉનમાં અર્પિતાના એપાર્ટમેન્ટમાં દરોડા પાડ્યા હતા. હવે EDની તપાસમાં ફરીથી ત્યાંથી નોટોનો ઢગલો મળી આવ્યો છે. EDએ નોટ ગણવાના મશીનો મંગાવ્યાં છે. અહીંથી વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું છે.અગાઉના દરોડામાં અર્પિતાના ઘરેથી 20થી વધુ ફોન અને ઘણી કંપનીઓના દસ્તાવેજો મળી આવ્યાં હતા.
EDએ આ જ શિક્ષણ કૌભાંડ કેસમાં પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં તેમની કલાકો સુધી પૂછપરછ પણ કરવામાં આવી હતી. બ્લેક ડાયરીને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે.આ એ જ ડાયરી છે જે EDને અર્પિતાના ઘરેથી મળી હતી. આ ડાયરીમાં 40 પેજ છે, જેમાં ઘણું બધું લખ્યું છે. આ ડાયરી SSC કૌભાંડના અનેક ગોટાળા ખોલી શકે છે.અર્પિતા મંત્રીની નજીકની મિત્ર છે અને મંત્રીજી તેના ઠેકાણાંઓ પર રૂપિયા અને સોનું છુપાવતા હતા.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
બિહારમાં તૂટી શકે છે ભાજપ અને જેડીયુનું ગઠબંધન, નીતીશ કુમારે બોલાવી બેઠક- Gujaratpost
2022-08-08 21:33:15
વેંકૈયા નાયડુની વિદાય પર પીએમ મોદીએ કહી આ મોટી વાતો– Gujarat Post
2022-08-08 12:02:19
શ્રીકાંત ત્યાગી સામે મોટી કાર્યવાહી, મકાનમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું – Gujarat Post
2022-08-08 11:54:16
HDFC એ ત્રણ મહિનામાં છઠ્ઠી વખત હોમ લોનના રેટનો કર્યો વધારો, લેટેસ્ટ રેટ કરો ચેક ? - Gujarat Post
2022-08-09 09:39:53