Wed,24 April 2024,12:08 am
Print
header

આઈશા કેસમાં ખુલાસોઃ પતિ આરિફના રાજસ્થાનની અન્ય યુવતી સાથે હતા પ્રેમસંબંધ, આઈશાને કહેતો કે તું મારી..

અમદાવાદઃ માસૂમ આઈશાનો આત્મહત્યા પહેલાનો વીડિયો જોઈને ભલભલા માનવીની આંખો ભીની થઇ ગઇ છે. આજે લોકોના મોબાઈલમાં આઈશાના આ વીડિયોએ લોકોને હચમચાવી નાખ્યાં છે. આઈશાના વીડિયોમાં તેના સ્મિતની પાછળ કેટલું દર્દ છે તે ધીરે-ધીરે બહાર આવી રહ્યું છે. આત્મહત્યા માટે મજબૂર કરનારા તેના નરાધમ પતિ આરિફ ખાનની રાજસ્થાનમાંથી પોલીસે ધરપકડ કરી લીધી છે. આરિફની સામે આઈશાનો કેસ લડનાર વકીલે ઘટસ્ફોટ કર્યો છે કે આરિફના રાજસ્થાનની એક યુવતી સાથેના આડા સંબંધને કારણે જ આઈશા તણાવમાં રહેતી હતી તેને છેવટે આ પગલું ભર્યું હતું. લગ્નના બે મહિનામાં જ આરિફની સચ્ચાઇ સામે આવી હતી,આઈશાની સામે જ અન્ય યુવતી સાથે વીડિયો કોલ પર પ્રેમાલાપ કરતો હતો. આ પ્રેમિકા સાથે મોજ-મજા કરવા આરિફ ઘણી વાર આઈશાને પિતાના ઘરે મૂકી આવતો હતો. આઈશાના આપઘાત માટે આરિફના લગ્નેતર સબંધ જ જવાબદાર હતા.

આઈશા લગ્ન બાદ માત્ર આરિફને જ પ્રેમ કરતી હતી પણ આરિફને અન્ય યુવતી ગમતી હતી.તેણે આ વાત આઈશાને લગ્ન પહેલાં કરી ન હતી. આઈશા ગરીબ પિતાના માન અને ઈજ્જત માટે સતત સંઘર્ષ કરતી રહી. સામે આરિફ અને તેનો પરિવાર માત્ર દહેજની લાલચમાં તેને હેરાન કરતા હતા. લગ્ન સમયે આયેશાના પિતાએ બને તેટલી તમામ વસ્તુઓ દિકરીને આપી હતી.આરિફ હંમેશા આઈશાને કહેતો હતો કે તું મારુ સ્પેરવ્હીલ છે. હું કોઈ બીજીને પ્રેમ કરું છું. એટલું જ નહીં, નફ્ફટાઈની તમામ હદ વટાવીને તે આઈશાની સામે જ અન્ય યુવતી સાથે વાતો કરતો હતો.

આરિફ એક વાર આઈશાને અમદાવાદ મૂકી ગયો હતો. તે સમયે આઈશા ગર્ભવતી હતી. પણ આરીફે કહ્યું કે તમે દોઢ લાખ રૂપિયા આપશો તો જ હું આઈશાને લઈ જઈશ.  આરિફના આવા વલણથી ગર્ભવતી  આઈશા ડિપ્રેશનમાં આવી ગઈ અને તેના કારણે જ બેબીનું ગર્ભમાં જ મોત થઇ ગયું હતુ. આ પછી પણ આઈશાના પરિવારને દિલાસો આપવાના બદલે આરિફ અને તેના પરિવારજનો રૂપિયાની માંગ કરતા હતા. ત્યારે આઘાતમાં ચાલ્યા ગયેલા આઇશાના પિતાની એક જ માંગ છે કે નરાધમ આરિફને સજા મળવી જ જોઇએ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch