Sat,20 April 2024,1:24 am
Print
header

અરવલ્લીઃ પંચાયતના સભ્યનો મહિલા સાથે અશ્લીલ હરકત કરતો વીડિયો વાયરલ- Gujarat Post

પ્રતિકાત્મક ફોટો 

અરવલ્લી જિલ્લાનો જાણીતો વ્યક્તિ બન્યો હનીટ્રેપનો શિકાર ?

વાયરલ વીડિયોમાં નગ્ન અવસ્થામાં મહિલા સાથે અશ્લીલ હરકત કરતા કેમેરામાં કેદ

સમાજમાં સારી નામના ધરાવે છે આ વ્યક્તિ

વીડિયો વાયરલ થયા બાદ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા

પોલીસને જાણ ન કરતાં અનેક તર્ક વિતર્ક 

મોડાસાઃ અરવલ્લી જિલ્લાના એક નામાંકિત વ્યક્તિનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હોવાની આશંકા છે. અરવલ્લી જિલ્લાની એક ગ્રામ પંચાયતના સભ્યનો સાડા ત્રણ મીનિટના વાયરલ થયેલા વીડિયોમાં તે નિર્વસ્ત્ર અવસ્થામાં રહેલી સ્વરૂપવાન મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા જોવા મળે છે. સમાજમાં સારી નામના ધરાવતાં વ્યક્તિની વીડિયોમાં ગંદી હરકતો કરતી દેખાતાં જિલ્લાભરમાં ચકચાર મચી ગઈ છે.

વાયરલ વીડિયોમાં જોવા મળતો વ્યક્તિ શિક્ષણ ખાતામાં પણ સારા હોદ્દા પર છે. વીડિયો વાયરલ થયા બાદ તે ભૂગર્ભમાં છે. પોતાની પ્રતિષ્ઠા બચાવવા પોલીસને પણ જાણ ન કરતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch