Fri,19 April 2024,12:36 am
Print
header

મોડાસાઃ હાઇવે પર ભયંકર અકસ્માત બાદ 2 લોકોનાં મોત, ત્રણ વાહનોમાં લાગી હતી આગ- Gujarat Post

અકસ્માત બાદ કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ 

ત્રણ વાહનોમાં ભયાનક આગથી અફડા તફડી 

અરવલ્લીઃ મોડાસા-નડિયાદ હાઇવે પર એક ટ્રિપલ અકસ્માતમાં 2 લોકોનાં મોત થઇ ગયા છે. બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે. બે ટ્રક અને કારના અકસ્માંતમાં ત્રણેય વાહનોમાં આગ લાગી ગઇ છે. એક ટ્રકમાં કેમિકલ ભરેલું હોવાથી આ આગ લાગી ગઇ હતી. આલમપુર ગામ પાસે બે ટ્રક અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો.

ભીષણ આગને કારણે રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો, જો કે પોલીસે ઘટના સ્થળે આવીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો, ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે. એક ટ્રકમાં કેમિકલ હોવાને કારણે આગ પ્રસરી હતી. હાલમાં 2 મૃતકોને બહાર કાઢીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોતનો આંકડો વધવાની શક્યતા છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch