Sat,20 April 2024,6:33 pm
Print
header

મોડાસામાં કમોસમી વરસાદ સાથે બરફની ચાદરથી રોડ ઢંકાયા, ભીલોડામાં વીજળી પડતા એક આધેડનું મોત

અરવલ્લીઃ ભર ઉનાળે રાજ્યમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. અરવલ્લી સહિત અનેક જગ્યાઓએ માવઠાની અસર જોવા મળી છે. કમોસમી વરસાદ સાથે ઠેર-ઠેર કરા પડી રહ્યાં છે. વણીયાદ-મોડાસા માર્ગ પર કરાની ચાદર પથરાઈ હોય એવા દ્રશ્યો જોવા મળ્યાં હતા.  

અરવલ્લીના મોડાસા, માલપુર, મેઘરજ અને ભિલોડા પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો.જેને કારણે ખેડૂતોને ખેતીવાડીમાં વધારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઉમેદપુર ગામ આસપાસ નદીમાં પાણી દેખાયા હતા. ટીંટોઇમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખેતીમાં ઘઉં, ચણા, દિવેલા અને કપાસનો પાક પલળી જતાં ખેડૂતોની ચિંતા વધી છે. બીજી બાજુ ભીલોડા પંથકમાં બુઢેલી ગામે વીજળી પડવાથી એક 45 વર્ષીય આધેડનું મોત થયું હતુ.

છોટા ઉદેપુર જિલ્લામાં સાંજના સમયે કમોસમી વરસાદ પડ્યો છે. પાવી જેતપુરમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ થયો હતો.સંતરામપુર પંથકમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. કાપણીના સમયે કમોસમી વરસાદને કારણે ખેતીને મોટું નુકસાન થયું છે. ડાંગ જિલ્લામાં ફાગણ માસમાં ગાજવીજ સાથે માવઠું પડતાં અષાઢી માહોલ સર્જાયો હતો. ડાંગના ગાયગોઠણ ગામે આકાશી વીજળી પડતાં એક બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયું હતું. 

આજે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સાંબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ અને બોટાદમાં વરસાદ વરસી શકે છે.

19મી માર્ચે પણ અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલીમાં વરસાદ ખાબકી શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch