Sat,20 April 2024,1:55 pm
Print
header

અનેક પેપર લિકનું એપી સેન્ટર બન્યું અરવલ્લી, બાયડના કેતન બારોટ પછી અનેક નામો ખુલી શકે છે

કેતન બારોટ, અનિકેત ભટ્ટ, ભાસ્કર ચૌધરી, રાજ બારોટની ધરપકડ

અરવલ્લીઃ જુનિયર ક્લાર્કનું પેપર ફૂટી ગયા બાદ એટીએસે 15 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં બાયડના કેતન બારોટની પણ ધરપકડ થઇ છે. કેતન પહેલા સીબીઆઇની ઝપેટમાં આવી ચુક્યો છે, જે તિહાડ જેલમાં પણ બંધ હતો, કેતન અમદાવાદમાં દિશા એજ્યુકેશન કન્સલ્ટન્ટ નામથી સંસ્થા ચલાવતો હતો અને પેપર લાવીને ઉમેદવારોને 10થી 12 લાખ રૂપિયામાં વેચતો હતો.

100 દિવસમાં ફરીથી લેવાશે પરીક્ષા 

સરકારે તપાસ કમિટિની કરી રચના 

અગાઉના પેપર લિક થયામાં પણ અરવલ્લીના જ કૌભાંડીઓના નામ ઉછળ્યાં હતા, જો કે તેમની સામે યોગ્ય કામગીરી ન થતા તેઓ બેફામ બન્યાં હતા. પહેલાથી જ અરવલ્લીમાં આ કૌભાંડ ચાલી રહ્યું છે, આજે અંદાજે 8 લાખ કરતા વધુ લોકો પેપર આપ્યાં વગર પાછા ગયા છે, લાખો ઉમેદવારોના ભાવિ બગડી રહ્યાં છે અને સરકારે દર વખતની જેમ પેપર સ્કેમની તપાસ માટે કમિટી બનાવી લીધી છે. જો કે આ દુષણ ક્યારે બંધ થશે તેનો જનતા જવાબ માંગી રહી છે.

હૈદરાબાદમાં પ્રિન્ટીંગ પ્રેસમાં કામ કરનાર જીત નાયકે પેપર પ્રદિપ નાયકને આપ્યું હતુ અને પછી આ પેપર વડોદરા લવાયું હતુ.

બિહારથી મોરારી પાસવાનની પણ ધરપકડ કરાઇ છે

કેતન અને અન્ય આરોપીઓ સામે એટીએસે ધારા 406, 420, 409, 120 બી હેઠળ ગુનો દાખલ કર્યો છે, હાલમાં તેની પૂછપરછમાં અન્ય નામો પણ સામે આવી શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch