Thu,25 April 2024,11:24 am
Print
header

ગુજરાતના પૂર્વ મંત્રી ફસાયા સેક્સટોર્શન ટ્રેપમાં, વીડિયો કોલ કરતા જ મહિલાએ ઉતારી નાંખ્યા કપડાં.. Gujarat Post

(demo pic)

મહિલાએ રાજસ્થાનમાં પાર્ટીની સભ્ય હોવાની આપી ઓળખ

કેબિનેટ વિસ્તરણ વખતે પણ કર્યો હતો સંપર્ક

ચેટિંગ શરૂ કર્યાં બાદ વીડિયો કોલ કરવાનું કહીને જાળમાં ફસાવી ખેલ પાડ્યો

અમદાવાદઃ ગુજરાતના વધુ એક નેતા સેક્સટોર્શન ટ્રેપમાં ફસાઇ ગયા છે.એક ગેંગની જાળમાં ફસાયા હોવાનું સામે આવ્યાં બાદ તેમણે 25 લાખ રૂપિયા ચૂકવ્યાં છે તેમના ઓનલાઇન ફ્રેન્ડે ખોટી ઓળખ આપીને તેમને ચૂનો ચોપડ્યો હોવાનો અંગ્રેજી દૈનિક ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં અહેવાલ પ્રકાશિત થયો છે.

આ ટ્રેપ ડુલાઈમાં ગોઠવવામાં આવી હતી. તે સમયે નેતા સારી પોસ્ટ પર હતા, મહિલાએ તેમને રાજસ્થાનમાં પાર્ટીના સભ્ય હોવાની ઓળખ આવી હતી. ઉપરાંત કેબિનેટ વિસ્તરણ વખતે પણ મહિલાએ આ નેતાનો સંપર્ક કર્યો હતો.આ મહિલાએ પાર્ટી નેતા તરીકે ઓળખ આપ્યાં બાદ નેતાએ તેની સાથે ચેટિંગ શરૂ કર્યું હતું. જે બાદ તેણે પર્સનલ નંબર શેર કર્યો હોવાનું ગુજરાત પોલીસના સૂત્રોએ જણાવ્યું છે.

ટોચના સૂત્રોના કહેવા મુજબ આ પૂર્વ મંત્રીને નવા કેબિનેટમાં સ્થાન મળ્યું નથી, તેમનો કપરો સમય ચાલતો હતો ત્યારે આ મહિલાના સંપર્કમાં આવ્યાં હતા. ડિસેમ્બર માં મહિલાએ તેમને વીડિયો કોલ કરવાની વિનંતી કરી હતી. જેને તેમણે સ્વીકારીને કોલ કર્યો હતો. જ્યારે નેતાએ કોલ કર્યો ત્યારે કપડાં ઉતારી નાંખ્યા હતા, થોડીવારમાં ફોન ડિસકનેક્ટ થઈ ગયો હતો, જે બાદ વીડિયો કોલ આવ્યો તેમાં નગ્ન મહિલાને જોઈ હતી. ખંડણીખોરે તેમને પાસે પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા. જે બાદ તેમણે બે લાખ આપ્યા હતા. ઉપરાંત મહિલાએ નાણાકીય મંદદ માંગી ત્યારે 50 હજાર આપ્યાં હતા.

જે બાદ રાજકારણીએ આ કેસની તપાસ કરી રહેલા સીનિયર પોલીસ અધિકારીનો સંપર્ક કર્યો હતો.જેમણે આ મહિલા બનાવટી હોવાનું શોધ્યું હતું. મહિલા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હતી અને મંત્રી સાથે વાત કરતી હતી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch