Thu,25 April 2024,12:04 am
Print
header

BIG NEWS- ગુજરાતની કોલેજોમાં માસ પ્રમોશનને લઇને સૌથી મોટા સમાચાર, જાણો વધુ વિગતો

માસ પ્રમોશનની વધુ માહિતી માટે અહીં આપેલી PDF ફાઇલ ઓપન કરો

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાને લઇને કોલેજો બંધ છે ત્યારે હવે વિદ્યાર્થીઓના હિતમાં રાજ્યની વિજય રૂપાણી સરકાર એક પછી એક મોટા નિર્ણયો લઇ રહી છે. જેમાં સરકારે જાહેરાત કરી છે કે રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સ્નાતક ઇન્ટરમીડિયેટના 9.50 લાખ વિદ્યાર્થીઓને મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન એટલે કે માસ પ્રમોશન આપવામાં આવશે. મેડીકલ-પેરામેડીકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમીડિયેટ સેમિસ્ટર 2-4 અને જ્યાં સેમિસ્ટર-6 ઇન્ટરમીડિયેટ હોય તેવા વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે માસ પ્રમોશન અપાશે.

કોર કમિટીની આજની બેઠકમાં આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જે સરકારી અને ખાનગી તમામ કોલેજોને લાગુ પડશે. જેમાં માર્કસની ગણતરી માટે 50 ટકા માર્કસ આંતરિક મૂલ્યાંકનના અને 50 ટકા ગુણ અગાઉના સેમિસ્ટરને આધારે મળશે, જેનો લાખો વિદ્યાર્થીઓને લાભ મળશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch