Fri,19 April 2024,11:22 am
Print
header

અંકિતા ભંડારી હત્યા કેસ: પીએમ રિપોર્ટમાં ઈજાઓ અને ડૂબી જવાની મોત અંગેનો ખુલાસો- Gujarat Post

ઋષિકેશ: 24 સપ્ટેમ્બરના રોજ ચિલા શક્તિ નહેરમાંથી ઉત્તરાખંડની પુત્રી અંકિતા ભંડારીનો મૃતદેહ મળી આવ્યા બાદ તેને પોસ્ટ મોર્ટમ માટે ઋષિકેશ એઈમ્સ મોકલવામાં આવ્યો હતો. પીએમ રિપોર્ટના ડ્રાફ્ટ મુજબ અંકિતાનું મોત માથામાં ગંભીર ઇજાઓ અને ડૂબી જવાથી થયું હતું.તે ભૂતપૂર્વ સિક્યુરિટી ગાર્ડ અને આંગણવાડી કાર્યકરની પુત્રી હતી.તેણે 12મું ધોરણ પાસ કર્યું હતું.તે કોલેજ જવા માટે ઉત્સુક હતી. પરંતુ જ્યારે તેના પિતાએ ગાર્ડ તરીકેની નોકરી છોડી દીધી ત્યારે તેણે ગયા મહિનાના અંતમાં એક રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરવાનું નક્કી કર્યું હતું. અંકિતા પોતાનો પહેલો પગાર પણ લઈ શકી ન હતી. 18 સપ્ટેમ્બરના રોજ રિસોર્ટના સંચાલક અને બે મેનેજરોએ તેને કેનાલમાં ધકેલીને તેની હત્યા કરી નાખી હતી.

ઉત્તરાખંડના લક્ષ્મણ ઝુલા વિસ્તારના રિસોર્ટમાંથી ગુમ થયાના છ દિવસ બાદ શનિવારે પોલીસે એક નહેરમાંથી અંકિતાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. 23 સપ્ટેમ્બરે પોલીસે રિસોર્ટના માલિક પુલકિત આર્યની ધરપકડ કરી હતી, જે રાજ્યના પૂર્વ મંત્રી વિનોદ આર્યનો પુત્ર છે.રિસોર્ટના મેનેજર સૌરભ ભાસ્કર અને અંકિત નામના અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે.પોલીસના જણાવ્યાં અનુસાર, ત્રણેયની પૂછપરછ દરમિયાન અંકિતાને કેનાલમાં ધકેલી દીધી હોવાની કબૂલાત કરી હતી. પોલીસના જણાવ્યાં અનુસાર હવે એવા પુરાવા મળ્યાં છે જે સૂચવે છે કે આરોપીઓ અંકિતા પર રિસોર્ટમાં કેટલાક મહેમાનોને વિશેષ સેવાઓ પૂરી પાડવા દબાણ કર્યું હતુ.જ્યારે તેને પ્રતિકાર કર્યો ત્યારે તેની હત્યા કરી નાખી હતી.

અંકિતા ભંડારીની મોટી માતાએ કહ્યું કે પહેલો પગાર આપતા પહેલા જ તેની હત્યા કરી દેવામાં આવી છે. અંકિતાના પરિવારના સભ્યોના જણાવ્યાં અનુસાર તે 28 ઓગસ્ટના રોજ તેના ગામ ડોભ શ્રીકોટથી લગભગ 130 કિલોમીટર દૂર ઋષિકેશના વંટારા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરવા આવી હતી.અંકિતાની કાકી લીલાવતીએ જણાવ્યું કે તેના પરિવારની આર્થિક સ્થિતિને કારણે તેને પૌડીની ભગત રામ સ્કૂલમાંથી ઇન્ટરમિડિયેટ પૂર્ણં કર્યા પછી પોતાનું શિક્ષણ છોડી દેવું પડ્યું હતું અને કામ શરૂ કરવું પડ્યું હતું.અંકિતાના પિતા વિરેન્દ્ર ભંડારી ચૌરાસ ડેમ પર પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા, પરંતુ થોડા વર્ષો પહેલા તેમણે આ નોકરી છોડી દીધી હતી.પરિવારમાં એકમાત્ર કમાનાર સભ્ય તેની માતા સોની ભંડારી છે, જે આંગણવાડી કાર્યકર તરીકે કામ કરે છે.તેનો મોટો ભાઈ સચિન દિલ્હીમાં ભણે છે."

અમને ખબર નથી કે તેને આ કામ માટે કેવી રીતે સંપર્ક કર્યો.પરંતુ 28 ઓગસ્ટના રોજ રિસોર્ટમાંથી તેને લેવા માટે એક કાર આવી હતી. તેને રિસોર્ટમાં એક રૂમ આપવામાં આવ્યો હતો. તે ત્યાં જ રહેતી હતી. તેને રિસેપ્શનિસ્ટની નોકરી માટે દર મહિને 10,000 રૂપિયા પગારની ઓફર કરવામાં આવી હતી. પરંતુ અમને ક્યાં ખબર હતી કે તેને પહેલો પગાર મળે તે પહેલાં તેઓ તેને મારી નાખશે ? તે આગળ ભણવા આતુર હતી. પરંતુ તેને પરિવારની સંભાળ રાખવા માટે પોતાનું શિક્ષણ છોડી દેવું પડ્યું ત્યારે અમે નિરાશ થયા હતા.જો કે તેના ગયાના થોડા અઠવાડિયા પછી જ તેની માતાએ મને કહ્યું કે અંકિતાનું વર્તનમા બદલાવ આવ્યો છે. એવું લાગતું હતું કે જાણે તેને કોઇ પરેશાન કરી રહ્યું છે. તે સમયે અમે તેના વિશે વધારે વિચાર્યું ન હતું. કદાચ અમારે વિચારવું જોઈતું હતું

અંકિતા અને તેના મિત્ર વચ્ચે વોટ્સએપ ચેટ પોલીસ માટે મુખ્ય પુરાવા

પોલીસના જણાવ્યાં અનુસાર પોલીસે અંકિતા અને જમ્મુમાં રહેતા તેના એક મિત્ર વચ્ચેની વોટ્સએપ ચેટ્સ મળી છે.અંકિતાએ સ્પષ્ટતા કરી હતી કે આરોપી ઇચ્છે છે કે તે વિશેષ સેવાઓ પ્રદાન કરે. તેના મિત્ર અને વોટ્સએપ ચેટ્સ આપણા માટે મુખ્ય પુરાવા છે. તેમજ અમને તે જ કેનાલ (ચીલા પાવર હાઉસ પાસે શક્તિ નહેર) માંથી લાશ મળી આવી હતી.જેમાં આરોપીએ તેને ધક્કો માર્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યાં પ્રમાણે વોટ્સએપ ચેટમાં અંકિતાએ રિસોર્ટમાં પોતાને અસુરક્ષિત અનુભવતી હોવાનો ઉલ્લેખ કર્યો છે.એક આરોપીએ કથિત રૂપે તેને 10,000 રૂપિયાના બદલામાં ગ્રાહકને વિશેષ સેવાઓ આપવાનું કહ્યું હતું.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch