Tue,23 April 2024,7:54 pm
Print
header

આ રાજ્યમાં છેલ્લા 7 દિવસમાં મ્યૂકરમાઈકોસિસના 200 કેસ આવતા મચ્યો હાહાકાર, કુલ 448 દર્દીઓનાં થયા મોત

આંધ્રપ્રદેશઃ કોરોના બાદ છેલ્લા એક અઠવાડિયામાં મ્યૂકરમાઈકોસિસના 200 કેસ આવતા સરકારની ચિંતાની વધી ગઇ છે. કુલ દર્દીની સંખ્યા 4889 થતાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા 8 દિવસમાં 12 દર્દીઓના બ્લેક ફંગસને કારણે મોત થયા છે. અત્યાર સુધી કુલ 448 દર્દીઓના મોત થયા છે. આ સાથે રાજ્યમાં બ્લેક ફંગસથી સંક્રમિત 2687 દર્દીની સર્જરી કરવામાં આવી છે. હાલમાં 463 દર્દીઓ બ્લેક ફંગસની સારવાર લઈ રહ્યાં છે. 

ચિત્તૂરમાં કુલ 782 કેસ અને 100ના મોત અને ગૂંટૂરમાં 740 કેસ અને મોતની સંખ્યા 20 થઇ છે. વિજયનગરમાં એક કેસ છે. કોરોનાને કારણે પહેલાથી નબળા હોય અને રોગ પ્રતિરોધક શક્તિ ઓછી હોય તેવા લોકોમાં આ બીમારીના સંક્રમણનો ભય વધારે રહે છે. બ્લેક ફંગસથી વ્યક્તિને આંખની રોશની જવાનો અને ચહેરો વિકૃત બનવાનો ભય રહે છે. આ બીમારી કીમોથેરાપી,અનિયંત્રિત શુગરની બીમારી કે કોઈ ટ્રાન્સપ્લાન્ટથી પસાર થનારા લોકોને અને વૃદ્ધોને વધારે થાય છે.  

બ્લેક ફંગસના લક્ષણોઆ 

આ ફંગસ નાકથી શરીરના અન્ય અંગોમાં પહોંચે છે. આ ફંગસ હવામાં રહે છે, શ્વાસથી નાકમાં જાય છે. શરૂઆતના લક્ષણોને ઓળખી લેવાથી બચી શકે છે માથામાં દર્દ, નાક બંદ થવું કે પોપડી જામી જવી, આંખમાં લાલાશ સાથે સોજો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch