મુંબઇઃ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. શુક્રવાર 12 જુલાઈ, 2024 ના રોજ મોડી રાત્રે અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લીધા હતા. અનંત-રાધિકાના લગ્નની ભવ્ય ઉજવણી આખી રાત ચાલુ રહી હતી. આ મેગા વેડિંગમાં રાજનેતાઓથી લઈને દેશ-વિદેશના અનેક મોટા બિઝનેસ દિગ્ગજો પણ હાજર રહ્યાં હતા. જેમાં બોલિવૂડથી લઈને હોલિવૂડ, ક્રિકેટરો અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હસ્તીઓએ પણ ભાગ લીધો હતો.
ચાલો જાણીએ અનંત-રાધિકાના લગ્નની ભવ્ય ઉજવણીમાં કોણ કોણ સામેલ થયું હતું.
જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં અનંત-રાધિકાના લગ્નમાં બોલિવૂડના દિગ્ગજ અમિતાભ બચ્ચન તેમના સમગ્ર પરિવાર સાથે પહોંચ્યાં હતા. જાવેદ અખ્તર અને બોની કપૂરે પણ હાજરી આપી હતી. ગૌતમ અદાણી તેમના સમગ્ર પરિવાર સાથે હાજર રહ્યા હતા. અનંત-રાધિકા અંબાણીના લગ્નમાં ક્રિકેટ લેજન્ડ જસપ્રિત બુમરાહ અને સાઉથ એક્ટર મહેશ બાબુ પણ આવ્યાં હતા. સાઉથના ફેમસ એક્ટર સૂર્ય શિવકુમાર, સાઉથના સુપરસ્ટાર રજનીકાંત પણ અંબાણી પરિવારના લગ્નમાં હાજરી આપવા ગયા હતા, જ્યાં તેમણે જોરશોરથી ડાન્સ કર્યો હતો.
અનંત રાધિકાના લગ્નમાં સપાના વડા અખિલેશ યાદવ પણ તેમના સમગ્ર પરિવાર સાથે હાજર રહ્યાં હતા. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેની પત્ની અને પુત્રી સાથે લગ્નમાં હાજરી આપી હતી. બોલિવૂડના દિગ્ગજ અને રોમાન્સના બાદશાહ શાહરૂખ ખાન તેની પત્ની સાથે આવ્યાં હતા. અનંત રાધિકાના લગ્નમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. બાબા રામદેવ, બાલકૃષ્ણએ પણ હાજરી આપી હતી. અનંત રાધિકાના લગ્નમાં કિમ કાર્દાશિયન પણ હાજર રહી હતી. બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસ સાથે જોવા મળી હતી.
અનંત રાધિકાના લગ્નમાં બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન પણ જોવા મળ્યો હતો. હોલિવૂડ એક્ટર અને રેસલર જોન સીના પણ પહોંચ્યા હતા. હૃતિક રોશને પણ હાજરી આપી હતી.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ અનંત રાધિકાના લગ્નમાં ગયા હતા. દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર તેમની પત્ની સાથે અનંત-રાધિકાના લગ્નમાં ગયા હતા.
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અનંત રાધિકાના લગ્નમાં જોવા મળ્યા હતા. આ ભવ્ય લગ્નમાં જેકી શ્રોફ પણ હાજર રહ્યાં હતા. અનંત રાધિકાના લગ્ન દીપિકા પાદુકોણ પણ અનંત રાધિકાના લગ્નમાં ગઈ હતી. રાધિકા અનંતના લગ્નમાં નયનતારા તેના પતિ સાથે જોવા મળી હતી.
શાહિદ કપૂર તેની પત્ની સાથે જોવા મળ્યો હતો. અનંત રાધિકાના લગ્નમાં બિહારના નેતા લાલુ યાદવ તેમના પુત્ર તેજસ્વી યાદવ સાથે જોવા મળ્યા હતા. કિયારા અડવાણી તેના પતિ સિદ્ધાર્થ સાથે ગઈ હતી. લગ્નની ભવ્ય ઉજવણીમાં સંજય દત્ત તેના સમગ્ર પરિવાર સાથે જોવા મળ્યો હતો. અનંત રાધિકાના લગ્નમાં ઉદ્ધવ ઠાકરે તેમના પુત્ર અને પત્ની સાથે હાજર રહ્યા હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
મોંઘવારીથી પીસાતી જનતાને વધુ એક ફટકો, ગુજરાત એસટીએ ભાડમાં 10 ટકાનો કર્યો વધારો - Gujarat Post | 2025-03-28 20:28:00
ગુજરાત હાઈકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામના 3 મહિનાના જામીન મંજૂર કર્યા- Gujarat Post | 2025-03-28 20:22:31
Acb ટ્રેપઃ અનાર્મ હેડ કોન્સ્ટેબલ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-03-28 15:40:32
મ્યાનમારમાં જોરદાર ભૂકંપના આંચકા, 7.7ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ | 2025-03-28 14:06:31
અમદાવાદના ચાંદખેડામાં કાર એએમટીએસ પાછળ ઘૂસી ગઈ, એક વ્યક્તિનુ મોત- Gujarat Post | 2025-03-28 13:22:48
CBI અને ED ના એક સાથે દરોડા, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને IPS અધિકારીના ઘરે કાર્યવાહી | 2025-03-26 11:52:48
કુણાલ કામરાનને એકનાથ શિંદે પર ટિપ્પણી કરવી ભારે પડી, નોંધાઈ FIR- Gujarat Post | 2025-03-24 09:46:43
સનરાઇઝર્સના ઈશાન કિશને ફટકારી IPL 2025 ની પ્રથમ સદી, રાજસ્થાનનો 44 રનથી પરાજય- Gujarat Post | 2025-03-23 19:54:28
આ વીડિયોની દેશભરમાં ચર્ચા, જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી મળેલા અડધા બળી ગયેલા રૂપિયાનો ઢગલો આવ્યો સામે- Gujarat Post | 2025-03-23 17:34:04
સૌરભ હત્યા કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા, સાહિલ અને મુસ્કાન પાંચ મહિનાથી કર્ણ પિશાચની તંત્રની સાધના કરતા હતા | 2025-03-22 10:05:30
દરરોજ સવારે આ ઔષધીય પાણી પીવો, હ્રદય સંબંધિત રોગોનું જોખમ ઘટશે | 2025-03-28 09:18:27
વિટામિન B12 ની ઉણપને કારણે શરીરમા આ ગંભીર લક્ષણો દેખાવા લાગે છે, જેને અવગણશો નહીં | 2025-03-27 09:46:46
એક દિવસમાં આટલા ઇલાયચીના દાણા ચાવો, સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ એક મહિનામાં જ દૂર થઈ જશે ! | 2025-03-22 09:23:55
આ અંકુરિત અનાજ લોહીમાં જમા થયેલા ટ્રાઈગ્લિસરાઈડ્સને શોષી લેશે, કોલેસ્ટ્રોલની સાથે બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહેશે ! | 2025-03-19 15:28:41