Mon,13 April 2026,1:20 pm
Print
header

ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં સ્વ.ગોવિંદ પરમારના પુત્રને ભાજપે આપી ટિકિટ

  • Published By Mahesh patel
  • 2026-03-30 12:43:21
  • /

ઉમેરેઠ વિધાનસભાની પેટાચૂંટણીનો જંગ

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હવે મોટો મુકાબલો 

ઉમરેઠ બેઠક પર ટૂંક સમયમાં યોજાશે પેટાચૂંટણી 

આણંદઃ ઉમરેઠ વિધાનસભાની બેઠક ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારના નિધન બાદ ખાલી પડી હતી અને હવે પેટાચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. હર્ષદ પરમારને ઉમરેઠ બેઠક પર ભાજપે ટિકિટ આપી છે. ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમાર ભાજપના ઉમેદવાર હશે. 

ગોવિંદ પરમારના નિધન બાદ ઉમરેઠ બેઠક ખાલી પડી છે, અને પેટાચૂંટણીની જાહેરાત થઈ છે, આ બેઠક ફરી એક વાર જીતવા માટે ભાજપે તેમના પુત્રને મેદાનમાં ઉતાર્યાં છે, આ બેઠક પર કોંગ્રેસ અને અપક્ષો પણ ચૂંટણી લડશે. 

ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે 6 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરાશે. 7 એપ્રિલે ફોર્મની ચકાસણી કરાશે. 9 એપ્રિલે ફોર્મ પરત લેવાનો અંતિમ દિવસ. 23 એપ્રિલે મતદાન યોજાશે. 4 મેના રોજ મતગણતરી હાથ ધરાશે.  

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch