આણંદઃ દૂધના ભાવ ઘણા સમયથી વધી રહ્યાં હતા. પરંતુ હવે અમૂલે ગ્રાહકોને રાહત આપી છે, ગુજરાતમાં દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને ટી સ્પેશિયલ દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. આ પગલાથી ગ્રાહકોને મોટી રાહત મળશે. દેશમાં દૂધના ભાવમાં નોંધપાત્ર વધારો થયો હતો. છેલ્લા કેટલાક સમયથી ડેરીઓએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. જો કે હવે અમૂલ દ્વારા દૂધના ભાવોમાં ઘટાડો કર્યો છે.
અમૂલ ડેરીએ દૂધની ત્રણ પ્રોડક્ટ્સ - અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને ટી સ્પેશિયલના ભાવમાં 1 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. અમૂલ ગોલ્ડની એક લિટરની કિંમત રૂ. 66 હતી, જે હવે એક રૂપિયો ઘટાડીને રૂ. 65 કરવામાં આવી છે. અમૂલ ટી સ્પેશિયલ દૂધના એક લિટર પાઉચનો દર 62 રૂપિયા હતો જે હવે 61 રૂપિયા થઈ ગયો છે. અમૂલના તાજા દૂધનો રેટ 54 રૂપિયા પ્રતિ લિટર હતો જે એક રૂપિયો ઘટાડીને 53 રૂપિયા કરવામાં આવ્યો છે.
જૂન 2024માં કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો
અમૂલ ડેરીએ ગયા વર્ષે જૂનમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કર્યો હતો. આ વધારા બાદ અમૂલ ગોલ્ડના 500 mlની કિંમત 32 રૂપિયાથી વધીને 33 રૂપિયા થઈ ગઈ છે. અમૂલ ગોલ્ડનો એક લિટરનો ભાવ રૂ.64થી વધીને રૂ.66, અમૂલ તાઝા 500 એમએલનો ભાવ રૂ.26થી વધીને રૂ.27 અને અમૂલ શક્તિ 500 એમએલનો ભાવ રૂ.29થી વધીને રૂ.30 થયો હતો. નવા દરો 3 જૂનથી દેશભરમાં અમલમાં આવ્યાં હતા.પરંતુ હવે અમૂલે દૂધના ભાવોમાં ઘટાડો કર્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ACB ટ્રેપઃ ગાંધીનગરમાં નાયબ મામલતદારે માંગી રૂ. 9,50,000 ની લાંચ અને પછી થયું આવું | 2026-04-17 19:20:19
48 દિવસ પછી હોર્મુઝ ખુલ્યું: કોમર્શિયલ જહાજોની અવરજવર માટે છૂટ, ઈરાને કરી જાહેરાત | 2026-04-17 19:08:13
રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો: બ્રિટિશ નાગરિકતા વિવાદમાં FIR નોંધવા અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ | 2026-04-17 17:36:39
ACB ટ્રેપઃ અમદાવાદમાં બે પોલીસ કર્મચારીઓ વતી લાંચ લેનારો પ્રજાજન 3 હજાર રૂપિયા લેતા ઝડપાયો | 2026-04-17 17:32:12
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: CM ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઇ, ભાજપમાં આંતરિક કલહ સપાટી પર | 2026-04-17 17:29:02
Part- 1 અમારી આ 10 સ્ટોરી વાંચો, ગુજરાતની સ્ટેટ GST ઓફિસોમાં ભ્રષ્ટાચાર રોકવા સરકાર કેમ નિષ્ફળ ગઇ ? આ રહ્યાં ભ્રષ્ટ અધિકારીઓનાં કારનામાં | 2026-04-16 23:45:39
વડોદરામાં PI એ 2,00,000 રૂપિયાની લાંચ માંગી અને લાંચ લેનારો ઝડપાઇ ગયો | 2026-04-16 21:37:46
ફાગવેલ તાલુકા પંચાયત ચૂંટણીમાં ચિખલોડ બેઠક પર નાટકીય વળાંક, ચારેય ઉમેદવારોના ફોર્મ પરત | 2026-04-15 20:31:22
લખતર- વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે કોન્શિયસ લક્ઝરીના નવા યુગની શરૂઆત | 2026-04-11 14:18:55
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી, સુરેન્દ્રનગર મનપા- અરવલ્લી જિલ્લાની તાલુકા પંચાયત-પાલિકાના ઉમેદવારો જાહેર | 2026-04-09 17:52:58
બાયડ તાલુકામાં માવઠાએ મચાવી તબાહી, પાકને નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો | 2026-04-09 09:27:50