Sat,20 April 2024,3:25 pm
Print
header

આણંદ અકસ્માતઃ PM નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિજનોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની કરી જાહેરાત

આણંદઃ આજે સવારે ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના કમકમાટીભર્યાં મોત થઇ ગયા હતા. સુરતથી ભાવનગર ઇકો ગાડીમાં જઈ રહેલા મૂળ ભાવનગરના વરતેજ ગામના અજમેરી પરિવારનો આજે વહેલી સવારે તારાપુર નજીક ઇન્દ્રણજ પાસે ટ્રક સાથે ગંભીર અકસ્માત થયો. જેમાં 5 પુરુષ, 2 મહિલા અને 2 બાળકો સહિત 9 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. મૃતકો વરતેજ ગામના હોવાની જાણ થઇ હતી, આ ઘટનાની જાણ થતા ગામમાં શોકનો માહોલ છે.

મૃતકોનાં નામ

રહીમભાઈ સૈયદ (ઉં.વ 60), મુસ્તુફા ડેરૈયા (ઉં.વ 22), સિરાજભાઈ અજમેરી (ઉં.વ 40) મુમતાજબેન અજમેરી (ઉં.વ 35), રઈશ સીરાજ (ઉં.વ 04),અનીસાબેન અલ્ત‍ાફભાઈ (ઉં.વ 30), અલ્ત‍ાફભાઈ (ઉં.વ 35), મુસ્કાન અલ્તાફભાઈ (ઉં.વ 06), રાધવભાઈ, ઇકોના ડ્રાઇવર (સીદસર) નો સમાવેશ થાય છે.

અકસ્માતને પગલે PM નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. મૃતકોના પરિજનોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી છે. રાજ્ય સરકારે પણ તેમના પરિવારન મદદની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી, અમિત શાહ અને કોંગ્રેસ નેતા શક્તિસિંહે ટ્વિટ કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch