આણંદ ડિસ્ટ્રીક્ટ કોર્ટના ચોથા એડી. સીનિયર સિવિલ જજની કચેરીમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા ઉસ્માનગની મીર ઝડપાયા
રૂપિયા 75 હજારનો પગાર હોવા છંતા લાંચ લીધી અને ઝડપાઇ ગયા
આણંદઃ ફરીયાદી વિરુધ્ધ બેન્ક દ્વારા સરફેસી એક્ટ હેઠળ મકાનનો કબ્જો મેળવવા સીવીલ કોર્ટ, આણંદમાં ન્યાયિક પ્રક્રિયા કરાઇ હતી. જે કામે સીવીલ કોર્ટે તારીખ 23-4-2025 ના રોજ ફરીયાદીના મકાનનો કબ્જો બેન્કને સોંપવાનો હુકમ કર્યો હતો. જે હુકમની અમલવારી કરવા કોર્ટે, કોર્ટ કમિશ્નર મુજબ કાર્યવાહી કરવા જણાવતા તારીખ 31-8-2025 ના રોજ કોર્ટ કમિશ્નર તથા આરોપી ઉસ્માનગની મીર ફરીયાદીના મકાનનો કબ્જો બેન્કને સોંપવા ફરીયાદીના ઘરે ગયા હતા.
પરંતુ મકાનનો કબ્જો બેન્કને અપાવેલો નહી. બાદ આરોપી ફરીયાદીને રૂબરૂમાં તેમજ ટેલીફોનિક સંપર્ક કરીને મકાનનો કબ્જો લેવા કોર્ટના માણસ આવશે અને આ કેસમાં 25 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી, જેમાં રૂ.10,000 અગાઉ લઇ લીધેલા હતા અને બાકીના રૂ.15,000 ની માંગણી કરાઇ હતી.
લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી નો સંપર્ક કરીને પોતાની ફરીયાદ આપી હતી. ફરીયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતુ, જેમાં લાંચની રકમ રૂ.15,000 અમુલ ડેરી સામે જાહેર રોડ ઉપર, આણંદમાં સ્વીકારતા આરોપી ઝડપાઇ ગયો હતો..
ટ્રેપીંગ અધિકારી: એમ.એલ.રાજપુત, પોલીસ ઇન્સ્પેકટર, આણંદ એ.સી.બી. પો.સ્ટે., આણંદ તથા ટીમ
સુપરવિઝન અધિકારી: કે.બી.ચૂડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી., અમદાવાદ એકમ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, મફતમાં મળશે ઓનલાઈન કોચિંગ, એક વર્ષમાં 1 કરોડ AI તાલીમ | 2026-08-15 09:21:44
વડાપ્રધાન મોદીએ 80 મા સ્વતંત્રતા દિવસની દેશને શુભેચ્છા પાઠવી, લાલ કિલ્લા પરથી તેમણે શું કહ્યું? | 2026-08-15 08:53:39
ઇન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી | 2026-08-15 08:38:11
ખરાબ પફ ખાધા બાદ વિદ્યાર્થીનું મોત થયાનો દાવો, 100 મીટર દૂર હોસ્પિટલ હોવા છતાં સ્કૂલે સારવાર ન કરાવી | 2026-08-14 18:37:39
હાઇકોર્ટની ટકોર, સુરતમાં આરોપીઓનું સરઘસ કાઢીને ફટકારાનારા DCB રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કેમ નથી કરી ? | 2026-08-14 18:36:05
ACB નું ઓપરેશન, અમદાવાદ સ્ટેટ GST વિભાગના બે અધિકારીઓ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-08-14 15:57:00
આ કાકાએ આ ઉંમરમાં રૂ.2500 ની લાંચ લીધી અને ACB એ તેમને ઝડપી લીધા | 2026-08-14 15:38:50
અમદાવાદઃ સોલામાં આવેલી ઉમિયા કેમ્પસ હોસ્ટેલમાં 16 વર્ષીય વિદ્યાર્થીએ કર્યો આપઘાત | 2026-08-14 09:56:32
સુરતમાં શ્રાવણના પ્રારંભે બીલીપત્રના ઝાડ પર પ્રેમીયુગલે ફાંસો ખાતા ચકચાર | 2026-08-13 16:36:44
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
નકલી પનીર અને બટર સામે મોટી કાર્યવાહી, મહારાષ્ટ્ર, છત્તીસગઢ બાદ ગુજરાતે એનાલોગ પનીર પર પ્રતિબંધ | 2026-08-06 08:44:41
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22 બાળકોનાં મોત | 2026-08-04 08:36:39