અમૃતસરઃ ખાલિસ્તાન સમર્થક 'વારિસ પંજાબ દે' સંગઠનના વડા અમૃતપાલ સિંહને પંજાબ પોલીસે ભાગેડુ જાહેર કરી દીધો છે. અમૃતપાલની ધરપકડ કરવા પંજાબ પોલીસ વિવિધ સ્થળોએ ચક્કર લગાવી રહી છે. રાજ્યભરમાં અમૃતપાલની શોધ તેજ છે. આ સાથે જ 'વારિસ પંજાબ દે'ના 78 સભ્યોની પોલીસે ધરપકડ કરી લીધી છે. પંજાબમાં કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આજે બપોરે 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી
આ કેસમાં અત્યાર સુધી શું થયું છે ??
- પંજાબના જલંધર જિલ્લામાં અમૃતપાલ સિંહના કાફલાને રોકવામાં આવ્યો હતો, પરંતુ તે પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો.
- અધિકારીઓએ અનેક સ્થળોએ સુરક્ષા કડક બનાવી દીધી હતી અને રવિવારે બપોર સુધી રાજ્યમાં ઇન્ટરનેટ અને એસએમએસ સેવાઓ સ્થગિત કરી દીધી હતી.
- પોલીસે જણાવ્યું હતું કે તેઓએ અમૃતપાલ સિંહની આગેવાની હેઠળના વારિસ પંજાબ ડે (ડબલ્યુપીડી) સાથે સંકળાયેલા લોકો સામે "રાજ્યવ્યાપી કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન (સીએએસઓ)" શરૂ કર્યું છે.
- રાજ્યવ્યાપી કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં 315 બોરની રાઇફલ, સાત 12 બોરની રાઇફલ, એક રિવોલ્વર અને 373 કારતૂસ સહિતના શસ્ત્રો જપ્ત કર્યાં છે.
- પંજાબમાં અનેક જગ્યાએ વાહનોની તપાસ કરાઇ રહી છે અને સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.
- અમૃતપાલ સિંહ સામે ત્રણ કેસ નોંધાયા હતા. પોલીસના જણાવ્યાં અનુસાર ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે, કેટલાક અન્ય લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.
- અમૃતપાલ સિંહ અને અન્ય કેટલાક લોકો ફરાર છે અને તેમને પકડવા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
- અમૃતપાલસિંહની ધાર્મિક શોભાયાત્રા 'ખાલસા વાહિર' મુક્તસર જિલ્લામાંથી શરૂ થવાની હતી તેના એક દિવસ પહેલા પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે.
- આ ઓપરેશન માટે અમૃતપાલ સિંહના મૂળ ગામ અમૃતસરના જલ્લુપુર ખેરા ગામ પાસે સુરક્ષાબળોની ભારે તૈનાતી કરવામાં આવી છે.
- ડબલ્યુપીડી સાથે જોડાયેલા લોકો પર દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા, હત્યાનો પ્રયાસ કરવા, પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવા અને જાહેર સેવકોને તેમની ફરજો નિભાવતા રોકવાની કલમો લાગી છે.
- કટ્ટરપંથી ઉપદેશક અમૃતપાલ સિંહ યુકે સ્થિત ખાલિસ્તાની આતંકવાદી અવતાર સિંહ ખંડાના નજીકના સહયોગી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
CGST ના આ બાબુ 1500 રૂપિયાની લાંચમાં ઝડપાયા, ACB ના ઓપરેશનથી અન્ય અધિકારીઓમાં ફફડાટ | 2023-03-29 20:57:11
ફરાર અમૃતપાલસિંહનો સામે આવ્યો વીડિયો, કહ્યું- કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે | 2023-03-29 18:18:24
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર | 2023-03-29 18:01:23
પતિ-પત્નીએ મળીને મિત્રનું કાસળ કાઢી નાખ્યું, મિત્રને ઘરે બોલાવીને હત્યા કરીને શરીરના ટુકડા કેનાલમાં ફેંકી દીધા | 2023-03-29 17:38:54
2017 ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકો નિર્દોષ જાહેર, જાણો શું હતો સમગ્ર મામલો ? | 2023-03-29 16:09:17
કર્ણાટકમાં વાગ્યું ચૂંટણીનું બ્યુંગલ, 10 મે ના રોજ મતદાન, 13 મે ના દિવસે પરિણામ | 2023-03-29 12:18:43
ગેંગસ્ટર પાછો ડરી રહ્યો છે, પ્રયાગરાજથી અમદાવાદ પાછો લવાશે અતિક અહેમદને | 2023-03-28 17:29:55
પાનકાર્ડ- આધારકાર્ડ લિંક કરવાને લઇને સૌથી મોટા સમાચાર, સમય મર્યાદા આ તારીખ સુધી લંબાવાઈ | 2023-03-28 15:17:02
અપહરણ કેસમાં અતિક અહેમદને મળી આજીવન કેદની સજા, ઉમેશ પાલની માતાએ કહ્યું તેને ફાંસી થવી જોઈએ | 2023-03-28 14:50:13
39 લોકો આગમાં ભડથું થઇ ગયા, ઉત્તરી મેક્સિકોના ઇમિગ્રેશન સેન્ટરમાં લાગી હતી આ ભયાનક આગ | 2023-03-28 17:59:52