ઢાકા: ડિસેમ્બર મહિનામાં બાંગ્લાદેશમાં ચાર હિન્દુ નાગરિકોની ક્રૂર હત્યાએ લઘુમતીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. તેમાંથી કોઇની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. કેટલાકને માર મારીને મારી નાખવામાં આવ્યાં હતા, જ્યારે કેટલાકે જાહેરમાં મૃતદેહોને શેરીમાં ગળે ફાંસી આપીને ભયનો સંદેશો આપ્યો હતો. મૃતકોમાં અમૃત મંડલ, દીપુ દાસ, જોગેશ ચંદ્ર રોય અને સુબર્ણા રોયનો સમાવેશ થાય છે. અલગ અલગ સ્થળોએ આ ઘટનાઓની મોડસ ઓપરેન્ડી અલગ અલગ હતી, પરંતુ એક વાત સામાન્ય હતી- મૃતકની ધાર્મિક ઓળખ.
જોગેશ અને તેની પત્નીનું ગળું કાપીને હત્યા કરવામાં આવી
જોગેશ ચંદ્ર રોયની 7 ડિસેમ્બરના રોજ ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. તેમનું ગળું કાપી નાખવાના સમાચારથી સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો છે. જોગેશની પત્ની સુબર્ણા રોયની પણ હત્યા કરવામાં આવી હતી. તેમના મૃતદેહ બાંગ્લાદેશના રંગપુરમાં તેમના ઘરેથી ગળા કાપીને મળી આવ્યાં હતા. જોગેશ ચંદ્ર રોય મુક્તિજોધ હતા. તેઓ 75 વર્ષના હતા અને સુબર્ણા રોય 60 વર્ષના હતા.
દીપુ દાસને ટોળાએ માર મારીને મારી નાખ્યા હતા
સૌથી ભયાનક ઘટના દીપુ દાસની હત્યા હતી. 18 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશના મૈમનસિંઘમાં, એક ઉગ્ર ટોળાએ માર મારીને તેમની હત્યા કરી દીધી. ત્યારબાદ તેમના શરીરને જાહેરમાં રસ્તા પર ગળામાં ફાંસો બાંધીને લટકાવવામાં આવ્યું. ત્યાર બાદ તોફાનીઓએ તેમના શરીરને જૂતા અને ચંપલથી માર માર્યો. તેઓએ તેને આગ લગાવી દીધી.
અમૃત મંડલ પર ટોળા દ્વારા હુમલો
ચોથો અને તાજેતરનો કેસ અમૃત મંડલની હત્યાનો છે. 24 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે તેમના પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમને બચવાની કોઈ તક મળી ન હતી. એક ટોળું આવી પહોંચ્યું અને તેને સખત માર માર્યો. બાદમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા, પરંતુ 25 ડિસેમ્બરના રોજ સારવાર દરમિયાન તેમનું મોત થયું. આ ઘટના બાંગ્લાદેશના રાજબારીમાં બની હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયોને ફોન પર કહ્યું કે આ હુમલો કોઈપણ રીતે વાજબી નથી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI-PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ; સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાયો | 2026-06-12 18:19:56
અમદાવાદ: પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
કેનેડામાં ફાયરિંગ અને આગચંપી કેસમાં 3 ભારતીય યુવકો દોષિત જાહેર: કોર્ટે ફટકારી જેલની સજા | 2026-06-11 18:02:19
ઓમાનના દરિયામાં જહાજ પર અમેરિકાએ કર્યો હુમલો, ત્રણ ભારતીયોના મોત બાદ ભારતનું કડક વલણ | 2026-06-11 09:03:45
પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, સવાર તમામ સૈન્યકર્મીઓનાં મોત | 2026-06-10 18:36:26
અમેરિકાએ અપાચે હેલિકોપ્ટર તોડી પાડવાનો બદલો લીધો, ઈરાન પર ફરી કર્યો હુમલો | 2026-06-10 08:07:08
ટ્રમ્પને મોટો ફટકો ! કોર્ટે H-1B વિઝા ફી વધારીને 1 લાખ ડોલર કરવાના કાયદાને રદ કર્યો, ભારતીયો માટે મોટી રાહત | 2026-06-09 08:45:20