Sat,20 April 2024,4:39 pm
Print
header

સાવધાન વધુ એક મોબાઇલ ફાટ્યો, રાજુલાના છતડિયામાં મોબાઇલ ફાટતા એક વ્યક્તિને ઇજાઓ થઇ

અમરેલીઃ રાજ્યમાં વધુ એક જગ્યાએ મોબાઇલ ફાટવાની ઘટના બની છે, થોડા સમય પહેલા બેચરાજીમાં મોબાઇલમાં બ્લાસ્ટને કારણે એક સગીરાનું મોત થઇ ગયું હતુ હવે રાજુલાના છતડિયા ગામમાં મોબાઇલમાં બ્લાસ્ટ થયો છે. જેમાં માવજીભાઇ ભીખાભાઇ કવાડને ઇજાઓ થઇ છે. ઘાયલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. 

મોબાઇલ બ્લાસ્ટના અવાજથી પરિવારજનો પણ ગભરાઇ ગયા હતા, આસપાસના લોકો અહીં ભેગા થઇ ગયા હતા અને ઘાયલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. મોટા ભાગે મોબાઇલનો વધુ વપરાશ થતા તે ગરમ થઇ જાય છે અને બ્લાસ્ટ થાય છે જેથી મોબાઇલ વાપરનાર દરેક વ્યક્તિએ સાવધાની રાખવી જરૂરી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch