Thu,12 March 2026,9:44 am
Print
header

અમરેલીમાં ગ્રીષ્માકાંડ જેવી ઘટના થતા રહી ગઇ, યુવતી પર યુવકે છરીથી હુમલો કર્યો

  • Published By dilip patel
  • 2025-09-17 11:12:00
  • /

અમરેલી: શહેરના ભાવકા ભવાની મંદિર વિસ્તારમાં એક યુવકે 24 વર્ષીય યુવતી પર છરી વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ યુવતીને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, ભાવકા ભવાની મંદિર વિસ્તારમાં રહેતી એક યુવતી ઉપર તે જ વિસ્તારમાં રહેતા વિપુલ ધૂંધરવા નામના યુવકે હુમલો કર્યો હતો. તેના ગળાના ભાગે છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે પીડિતાએ પોલીસને આપેલા નિવેદનમાં વિપુલ ધૂંધરવાએ જ હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે.

યુવતીની સગાઈ એક મહિના પહેલા થઈ હતી, જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ આ હુમલો કર્યો હતો. પ્રથમ ઘટનામાં આરોપી યુવતીની પાછળ જઈને તેની સાથે બોલાચાલી કરી ગાળાગાળી કરી હતી, બાદમાં ત્યાંથી જતો રહ્યો હતો. જોકે, ત્યારબાદ બીજી વખત બે આરોપીઓ સાથે મળીને આવ્યાં હતા. તેમાંથી એક અજાણ્યા આરોપીએ યુવતીને પકડી રાખી હતી, જ્યારે વિપુલ ધૂંધરવાએ યુવતીને મારી નાખવાના ઈરાદે તેના ગળાના ભાગે અને ડાબા હાથ પર છરીના ઘા માર્યા હતા. આ હુમલામાં યુવતીને જીવલેણ ઈજાઓ પહોંચી હતી.

આ ઘટના બાદ બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી અને આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી, નોંધનિય છે કે થોડા સમય પહેલા સુરતમાં પણ ગ્રીષ્મા નામની યુવતી પર એક યુવકે જીવલેણ હુમલો કર્યો હતો અને તેનું મોત થયું હતુ, ત્યાર પછી પણ રાજ્યમાં આવા હુમલાઓની અનેક ઘટનાઓ બની છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch