એક મહિનામાં ત્રીજી ઘટનાથી લોકોમાં ફફડાટ
સિંહોના હુમલાથી ખેતમજૂરો થથરી ઉઠ્યાં
અમરેલીઃ ખાંભા તાલુકાના ચતુરી ગામે ગત રાત્રે એક સિંહણે માત્ર 5 વર્ષના માસૂમ બાળકને તેના દાદાની નજર સામેથી જ ઝૂંટવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને વન વિભાગ સામે ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા એક જ મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના છે.
મળતી વિગતો મુજબ, ચતુરી ગામે રહેતો 5 વર્ષનો માસૂમ જીયાન દેવકુંભાઈ સીધા રાત્રિના સમયે તેના દાદાની આંગળી પકડીને દૂધ આપવા જઈ રહ્યો હતો. દરમિયાન અંધારામાંથી અચાનક ત્રાટકેલી સિંહણે માસૂમ જીયાન પર હુમલો કર્યો હતો. દાદા કાંઈ સમજે તે પહેલાં જ સિંહણ બાળકને તેમની નજર સામેથી જ ખેંચીને જંગલ તરફ ભાગી ગઈ હતી. દાદાની મજબૂર ચીસો અને બાળકના આક્રંદથી આખું ગામ ગૂંજી ઉઠ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો તાત્કાલિક લાકડીઓ લઈને માસૂમની વહારે દોડ્યાં હતા અને જંગલ વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી. મૃતકના મામા દાનુભાઈ વઘોસીના જણાવ્યાં અનુસાર, વન વિભાગની ટીમ પહોંચે તે પહેલાં ગામના બે-ત્રણ યુવાનોએ લાકડીઓ વડે હુમલો કરીને બાળકને સિંહણની ચુંગાલમાંથી છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો.
ગ્રામજનોની ભારે જહેમત છતાં, કમનસીબે ગામથી અંદાજે એક કિલોમીટર દૂરથી જીયાનનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે કહ્યું હવે હવામાનની આગાહી નહીં કરું, બીજા દિવસે નિર્ણય બદલી નાખ્યો | 2026-07-13 16:54:43
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50
સારા સમાચાર ! ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ રૂ.14,000 ની સહાય મળશે, અહીં અરજી કરો | 2026-07-13 14:54:29
ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે કેસ નોંધાયા, બંને બાળકો સારવાર હેઠળ | 2026-07-12 08:45:28
જૂનાગઢમાં કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 4 લોકોનાં મોતથી મચી સનસની | 2026-07-11 11:34:15