અમરેલી: જિલ્લાના અરજણસુખ ગામમાં એક ચોંકાવનારી અને ક્રૂર ઘટના સામે આવી છે. ગોંડલનો રહેવાસી દિશેનભાઈ સોલંકી નામના યુવક તેના સગા ભરતભાઈને ત્યાં આવ્યાં હતા. દિશેનભાઈ જ્યારે અહીં હતા, ત્યારે તેના સાળાએ પોતાના 12 જેટલા મિત્રો સાથે મળીને દિશેનભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો.
હુમલાખોરોએ કુહાડી જેવા ધારદાર હથિયારનો ઉપયોગ કરીને દિશેનભાઈ પર હુમલો કર્યો હતો. જેના કારણે તેના બંને પગ શરીરથી કપાઈને અલગ થઈ ગયા હતા. ઘટના એટલી ગંભીર હતી કે ઘાયલ દિશેનભાઈને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ લઈ જવાયા હતા. તેમના શરીરથી અલગ થયેલા બંને પગને કોથળામાં ભરીને હૉસ્પિટલ સુધી લાવવામાં આવ્યાં હતા.
દિશેનભાઈને પહેલા અમરેલી અને પછી રાજકોટ ખસેડવામાં આવ્યાં, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક હૉસ્પિટલ પહોંચી ગયો હતો.
પ્રાથમિક તપાસમાં આ હુમલો અંગત અદાવત કે કૌટુંબિક કારણોસર થયો હોવાનું માનવામાં આવે છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી તેમજ તમામ હુમલાખોરોને પકડવા તથા હુમલા પાછળનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40
વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ | 2026-04-11 17:24:13
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ, ક્યાંક બિનહરીફ તો ક્યાંયક ઉમેદવારો બદલાયા | 2026-04-11 17:15:20
અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે કોન્શિયસ લક્ઝરીના નવા યુગની શરૂઆત | 2026-04-11 14:18:55
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી, સુરેન્દ્રનગર મનપા- અરવલ્લી જિલ્લાની તાલુકા પંચાયત-પાલિકાના ઉમેદવારો જાહેર | 2026-04-09 17:52:58
બાયડ તાલુકામાં માવઠાએ મચાવી તબાહી, પાકને નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો | 2026-04-09 09:27:50
ACB ટ્રેપઃ લખતરમાં નાયબ મામલતદાર અને પટ્ટાવાળો આટલા રૂુપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-04-08 10:37:12
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, અનેક જગ્યાએ કરા પડ્યાં | 2026-04-07 18:18:54