Fri,19 April 2024,9:17 am
Print
header

અમરેલી જિલ્લાના ભાજપ મહિલા મોરચાના મહામંત્રીના ફોટા પર ગંદી કોમેન્ટ, જાણો શું છે મામલો ?

અમરેલીઃ અમરેલી જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રીના સોશિયલ મીડિયા પર વડીયાના તરધરી ગામના યુવકે બિભત્સ શબ્દો લખ્યા હતા. મહિલા મોરચાના મહામંત્રીએ યુવકની દુકાનનું ડિમોલેશન કરાવ્યું હતું, જેને લઈને ચાલતાં વિવાદમાં તેણે આ કૃત્યં કરીને એક મહિલાનું અપમાન કર્યું છે.

વડિયા તાલુકાના તરધરી ગામે રહેતા રમાબેન ભુપતભાઇ હિરપરા (ઉ.વ.૪૫)એ તેમના જ ગામના ભાવેશભાઇ જગદીશભાઇ નિમાવત સામે ફરિયાદ નોંધાવી છે જે મુજબ ભાવેશભાઈ તરધરી ગામના સરપંચ તરીકે ફરજ બજાવે છે. ગામના પાદરમાં સરકારી જમીનમાં તેમણે દબાણ કરીને દુકાન બનાવી હતી. આ જગ્યાએ બસ સ્ટેન્ડ બનાવવા માટે તેમની દુકાનનું ડિમોલેશન કરાવી દબાણ દુર કરાવ્યું હતું. જેનું મનદુઃખ ચાલતું હતું.  

થોડા દિવસ પહેલા રમાબેનને અમરેલી જીલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. જેથી બાદલપુર ગામના ઉપ સંરપંચ અશોકભાઇ પાનસુરીયા એ તેમના ફેસબુકમાં તેમનો ફોટો મુકીને અભિનંદન આપ્યા હતા. તેમના ફેસબુક એકાઉન્ટના કોમેન્ટ બોકસમાં આરોપીએ રમાબેનને બિભત્સ ગાળો આપી ખરાબ શબ્દો લખ્યા હતા. બાબરા પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch