Fri,19 April 2024,1:55 am
Print
header

સાંસદના નામનો દુરુપયોગ, ભાજપના સાંસદ નારણ કાછડિયાના P. A તરીકે કોઈ ઓળખ આપે તો ચેતી જજો !

અમરેલી: રાજકારણીઓના નામને વટાવી ખાઈને હવે લોકોને છેતરવામાં આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમરેલી શહેરમાં પ્રકાશમાં આવ્યો છે. અમરેલીથી ભાજપના સાંસદ નારણ કાછડિયાના પીએ તરીકેની ઓળખ આપીને 2.50 લાખની ઠગાઈ કરવામાં આવી છે.

અમરેલીના સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ ચલાલાના વિશાલ રસીકભાઇ સરધારા (ઉ.વ.31)એ સાંસદ નારણ કાછડિયાના પીએ તરીખે ઓળખ આપનાર સુરેશ સહિત બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ સાંસદ નારણ કાછડીયાના પી.એ.તરીકેની ઓળખ આપનાર સુરેશે એક વ્યક્તિ સાથે મળીને અલગ અલગ નંબર પરથી કોલ કરી વેરાવળના મુકેશભાઈ ચોલેરા પાસેથી રૂપિયા 2.50 લાખની ઠગાઈ કરી હતી. ઉપરાંત મોબાઇલ નંબરોથી વોટસએપ કોલ તથા વોઇસ કોલ કરી, અમરેલીના સાંસદના નામનો તથા તેમના પી.એ.તરીકેનો હોદ્દો ધારણ કરી તેનો દુરુઉપયોગ કરી મુકેશભાઇ ચોલેરા સાથે ઠગાઈ કરી હતી.આ કેસમાં અમરેલી સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘણી વખત સાંસદો કે નેતાઓને ખબર જ નથી હોતી અને તેમના નામથી લોકો છેતરપિંડીઓ કરી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch