અમરેલીઃ જિલ્લાની 11 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મોટો રાજકીય ડ્રામા અને મોટા ઉલટફેર જોવા મળ્યાં છે. જો કે સમગ્ર જિલ્લાની મોટાભાગની પંચાયતોમાં ભાજપે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે, પરંતુ 3 તાલુકા પંચાયતોના પરિણામોએ રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો લાવી દીધો છે. ભાજપે બગસરા અને લીલિયા પંચાયત ગુમાવવી પડી છે, જ્યારે લાઠીમાં સત્તાનું સમીકરણ બદલાયું છે.
લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ OBC મહિલા માટે અનામત હતું. ભાજપ પાસે આ બેઠક પર કોઈ ચૂંટાયેલા OBC મહિલા સભ્ય ન હોવાથી, કોંગ્રેસ અહીં પોતાની પક્કડ બનાવવા માટે પૂરેપૂરી સક્રિય થઈ હતી. પરંતુ છેલ્લી ઘડીએ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ મોટો રાજકીય દાવ ખેલ્યો હતો. આ આખું ઓપરેશન હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ દ્વારા પાર પાડવામાં આવ્યું હોવાની ચર્ચા છે.
કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા માટે ભાજપે મોટું મન રાખીને આમ આદમી પાર્ટીના કોળી સમાજના વિજેતા ઉમેદવાર રમીલાબેન પૂનતિયાને પ્રમુખ પદ માટે ટેકો જાહેર કરી દીધો હતો. ભાજપના સભ્યોના અણધાર્યા સમર્થનથી રમીલાબેન લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ બન્યાં અને કોંગ્રેસના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો.
બીજી તરફ બગસરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતા સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે અને ભાજપને સત્તા પરથી બહાર ધકેલી દીધું છે. સત્તા ગુમાવ્યાં બાદ હવે ભાજપે અહીં વિપક્ષની બેન્ચ પર બેસવાનો વારો આવ્યો છે.
લીલિયા તાલુકા પંચાયતમાં પણ ભાજપને કારમો ફટકો પડ્યો છે. અહીં કોંગ્રેસે બહુમતીના જોરે સત્તા પોતાના હસ્તક કરી લીધી છે. બગસરાની જેમ લીલિયામાં પણ હવે ભાજપે શાસક પક્ષમાંથી હટીને વિરોધ પક્ષની ભૂમિકા ભજવવી પડશે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી, ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા | 2026-06-11 16:38:45
AAP નેતા જિગીષા પટેલની ચીમકી, ભાજપ નેતા ગુંડાગીરી બંધ નહીં કરે તો બાંયો ચઢાવવી પડશે | 2026-06-07 10:47:25
દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું વિરોધ પ્રદર્શન: શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ, સોનમ વાંગચુક પણ પહોંચ્યાં | 2026-06-06 17:40:52
ભાજપે ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા, જાણો વધુ વિગતો | 2026-06-04 18:24:30
પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપના 15 કોર્પોરેટરોના સામૂહિક રાજીનામા: મહિલા પ્રમુખ અને તેમના પતિની મનમાની સામે બળવો | 2026-06-01 17:23:39