Thu,25 April 2024,11:14 pm
Print
header

છત્રપાલસિંહ વાળાની બધી ગુંડાગીરી ઉતરી ગઇ, પોલીસે જાહેરમાં સરઘસ કાઢીને લોકોને જાગૃત કર્યાં

અમરેલીઃ પેટ્રોલપંપ માલિકને ધમકી આપીને 10 લાખ રૂપિયાની ખંડણી માંગનાર છત્રપાલસિંહ વાળાને ગણતરીના કલાકોમાં જ એસપી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ ઝડપી લેવામાં આવ્યો છે આજે પોલીસે શહેરમાં તેનું સરઘસ કાઢીને લોકોમાંથી તેનો ડર ઓછો કરવાનો પ્રયાસ કર્યો છે છત્રપાલસિંહ વાળા પર અનેક પોલીસ કેસ નોંધાયેલા છે અને ખંડણી જેવા ગુનાઓમાં તેના નામ છે.

આરોપીએ પેટ્રોલપંપ માલિકને ધમકી આપી હતી કે જો તું રૂપિયા નહીં આપે તો તારા પંપ પર ફાયરિંગ કરાવીશ સાથે જ કહ્યું હતુ કે એસપી નિર્લિપ્ત રાય આખી જિંદગી અહીં રહેવાના નથી જેથી તું 10 લાખ રૂપિયાની ખંડણી આપી દેજે. તેને જે ધમકી આપી હતી તેની એક ઓડિયો ક્લીપ પણ વાઇરલ થઇ હતી જેમાં છત્રપાલસિંહ વાળાની ગુંડાગીરી સ્પષ્ટ સંભળાઇ રહી છે. અમરેલી જિલ્લામાં એસપી નિર્લિપ્ત રાયે અનેક ગુંડાઓને ઠેકાણે લગાવી દીધા છે એક સમયે જ્યાં ક્રાઇમ રેટ ઉંચો હતો તે અમરેલી જિલ્લામાં એસપી હવે ગુંડાતત્વોને શોધીને શબક શિખવી રહ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch