Thu,25 April 2024,8:24 pm
Print
header

દરિયામાં ડૂબેલા યુવાનોને બચાવવા કૂદી પડ્યાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી, ચારમાંથી ત્રણને બચાવી લેવાયા

અમરેલીઃ રાજુલાના પટવા ગામ પાસે દરિયામાં ન્હાવા પડેલા ચાર યુવકો ડૂબી રહ્યાં હતા, જેમાંથી ત્રણને બચાવી લેવાયા છે, એકનું મોત થઇ ગયું છે. રાજુલાના ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી પણ આ યુવકોને બચાવવા દરિયામાં કૂદી પડ્યાં હતા.બચાવ કામગીરી માટે તરવૈયાની સાથે પોતે પણ દરિયામાં કૂદી પડ્યા હતા. બે કલાકની જહેમત બાદ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.

રાજુલાના પટવા ગામ પાસે આવેલા દરિયામાં બપોરે ચાર યુવકો ન્હાવા પડ્યા હતા. જેમાં કલ્પેશ શિયાળ, વિજય ગુજરીયા અને નિકુલ ગુજરીયા દરિયામાં ડૂબતા સ્થાનિકોને તેમને બચાવી લીધા હતા. જ્યારે જિવન ગુજરીયા દરિયાના પાણીમાં ગરકાવ થયો હતો. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી તરવૈયાઓ સાથે દરિયામાં કૂદી પડ્યા હતા. પરંતુ જિવન ગુજરીયાનો મૃતદેહ મળી આવ્યો હતો. તેને બચાવી શક્યો ન હતો.

નોંધનીય છે કે મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા 400 જેટલા લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા લોકોને બચાવવા નદીમાં કૂદી પડ્યા હતા, હવે બીજા એક નેતાએ સમાજસેવા દેખાડી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch