Thu,18 April 2024,12:49 pm
Print
header

રૂટિન ચેકઅપ- મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ત્રણ દિવસથી નાણાવટી હોસ્પિટલમાં દાખલ હોવાની વાત અફવા

મુંબઈ: સદીના મહાનાયક અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ત્રણ દિવસથી મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે, તેવા સમાચાર વહેતા થયા હતા, મંગળવારે રાત્રે 2 વાગ્યાની આસપાસ તેમને હોસ્પિટલ દાખલ કરાયા હતા, જો કે તેમને રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ ખસેડાયા હતા, બચ્ચન પરિવાર તરફથી આ મામલે હજુ સુધી કોઇ સ્ટેટમેન્ટ જાહેર નથી કરાયું, જયા બચ્ચન કે તેમના પુત્ર અભિષેક બચ્ચને હજુ સુધી આ મામલે સ્પષ્ટતા નથી કરી, પરંતુ સૂત્રોનું માનીએ તો તેઓ રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા, તેમને દાખલ કરાયાની વાત અફવા સાબિત થઇ રહી છે.

એક સર્જરીને કારણે મહાનાયકે 2012માં પણ 12 દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું હતુ, તેમને લિવર ઇન્ફેક્શનની તકલીફ છે, 1982માં ફિલ્મ કુલીના શૂટિંગ દરમિયાન અમિતાભને ઈજા થતા શરીરમાંથી લોહી વહી ગયું હતુ, તે સમયે તેમને 60 બોટલ બ્લડ ચઢાવવામાં આવ્યું હતુ અને તેમનો જીવ બચી ગયો હતો, બીગ બીએ જણાવ્યું હતું કે, મને જે લોહી ચઢાવવામાં આવ્યું હતુ, તેમાંથી એક હિપેટાઈટીસ-બી હતું, તેના કારણે આ રોગ મારા શરીરમાં ઘર કરી ગયો છે, વર્ષ 2000 સુઘી બધુ બરાબર હતુ, ત્યાર પછી એક સામાન્ય ચેકઅપમાં સામે આવ્યું કે મારા લિવરમાં ઈન્ફેક્શન છે, અમિતાભ બચ્ચન માત્ર 25 ટકા લિવરના સહારે જીવે છે, હિપેટાઈટીસ ઈન્ફેક્શનના કારણે તેમનું 75 ટકા લિવર ખરાબ થઈ ચૂક્યું છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch