નવી દિલ્હીઃ લોકસભામાં સ્પીકર ઓમ બિરલા સામે વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, સ્પીકરની નિમણૂંક સમયે ગૃહના બંને નેતાઓ સાથે હાજર હતા.બંને નેતાઓએ અધ્યક્ષને ખુરશી પર બેસાડવાનું કાર્ય કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે વિપક્ષે સ્પીકરના પદ પર સવાલો ઉઠાવ્યા છે, પરંતુ હું કહેવા માંગુ છું કે સદન પરસ્પર વિશ્વાસ સાથે ચાલે છે.
ગૃહમંત્રી અમિત શાહે આ દરમિયાન જણાવ્યું કે અધ્યક્ષના નિર્ણય પર શંકા કરી શકાય નહીં. ગૃહમંત્રીએ કહ્યું કે જ્યારે તમે અધ્યક્ષની નિષ્ઠા પર સવાલ ઉભા કરો છો, ત્યારે તેનાથી વધુ નિંદનીય બીજું કંઈ હોઈ શકે નહીં. અમિત શાહે કહ્યું કે સ્પીકર સદનના સંરક્ષક હોય છે. આ કોઈ સામાન્ય ઘટના નથી, લગભગ ચાર દાયકા પછી ફરી એકવાર લોકસભા અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો છે. આ સંસદીય રાજનીતિ અને સદન બંને માટે ચિંતાજનક ઘટના છે, કારણ કે સ્પીકર કોઈ પક્ષના નથી હોતા, તેઓ સદનના હોય છે.
ગૃહમંત્રી અમિત શાહે સ્પીકર સામેના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે સદન નિયમોથી ચાલે છે, જ્યારે કોઈ મુદ્દા પર ચર્ચા થઈ રહી હોય, ત્યારે તે મુદ્દા પર જ પોતાની વાત રાખવામાં આવે છે. પરંતુ કેટલાક સભ્યો આ વાત સમજતા નથી. આવામાં સ્પીકરની ફરજ છે કે તેઓ તેમને અટકાવે અને તેમને નિષ્કાસિત કે સસ્પેન્ડ પણ કરી શકે છે. આ પહેલા તેમણે જણાવ્યું હતું કે જ્યારે ભાજપ વિપક્ષમાં હતી, ત્યારે તેણે લોકસભામાં અધ્યક્ષ વિરુદ્ધ ક્યારેય અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો ન હતો.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40
વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ | 2026-04-11 17:24:13
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ, ક્યાંક બિનહરીફ તો ક્યાંયક ઉમેદવારો બદલાયા | 2026-04-11 17:15:20
સુરત કલેક્ટર કચેરીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: AAPના મહિલા ઉમેદવારનો આત્મહત્યાનો પ્રયાસ | 2026-04-11 17:07:30
ઓપરેશન બ્લિટ્ઝઃ એરપોર્ટ પર 24 મહિલાઓ ઉતરી અને લાવી 29 કિલો સોનું, દાણચોરીનું 37 કરોડ રૂપિયાનું સોનું જપ્ત | 2026-04-10 18:57:46
હજારીબાગમાં ACBની મોટી કાર્યવાહી, બે એન્જિનિયરો 1.72 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા | 2026-04-10 08:49:14
ભારતીય દૂતાવાસની એડવાઈઝરી: ઈરાન છોડો, સીઝફાયર વચ્ચે સુરક્ષાનો મોટો ખતરો | 2026-04-08 13:29:28