નવી દિલ્હી: ગુજરાત રમખાણો પર સુપ્રીમ કોર્ટના નિર્ણયો અંગે, ગૃહમંત્રી અમિત શાહે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરી છે. તેમને જણાવ્યું કે આ મામલે લાંબી લડત પછી "સત્ય સોનાની જેમ બહાર આવ્યું છે". આ કેસમાં "ખોટા આરોપોને કારણે મોદીજીને 19 વર્ષથી પીડા સહન કરતા જોયા છે". 18-19 વર્ષની લડાઈ દેશના આટલા મોટા નેતા, એક પણ શબ્દ બોલ્યા વિના ભગવાન શંકરની જેમ ઝેર પીને તમામ દુ:ખ સહન કરીને લડતા રહ્યાં. મેં મોદીજીને નજીકથી આ પીડાનો સામનો કરતા જોયા છે. કારણ કે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી હતી, બધું સાચું હોવા છતાં અમે કંઈ કહીશું નહીં. ફક્ત ખૂબ જ મજબૂત મનનો માણસ આ સ્ટેન્ડ લઈ શકે છે."
રમખાણોમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર લાગેલા આરોપોને રાજનીતિથી પ્રેરિત ગણાવતા અમિત શાહે કહ્યું કે, "સુપ્રીમ કોર્ટે તમામ આરોપોને ફગાવી દીધા છે. તમે કહી શકો છો કે આ ચૂકાદાથી સાબિત થયું છે કે તમામ આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા."
અમિત શાહે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, "જે લોકોએ મોદીજી પર આરોપો લગાવ્યાં હતા, જો તેમનામાં વિવેક હોય તો તેમણે મોદીજી અને ભાજપના નેતાની માફી માંગવી જોઈએ." મોદીજીની પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ તે પછી કોઈએ ધરણાં કર્યાં ન હતા અને અમે કાયદાને સહકાર આપ્યો હતો, મારી પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ કોઈ ધરણાં પ્રદર્શન થયું ન હતું."
2002ના ગુજરાત રમખાણોમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપનાર SITના રિપોર્ટ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પરના ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદીને આપવામાં આવેલી ક્લીનચીટને યથાવત રાખી છે. રમખાણોની તપાસમાં એસઆઈટીએ તત્કાલિન મુખ્યમંત્રીને ક્લીનચીટ આપી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે પોતાની મ્હોર મારી દીધી હતી. કોર્ટે 2002ના રમખાણો પાછળના "મોટા કાવતરા"ની તપાસ કરવાનો ઇનકાર કરતી વખતે ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધી હતી,કહ્યું હતું કે ઝાકિયાની અપીલમાં કોઈ યોગ્યતા નથી.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
બિહારમાં તૂટી શકે છે ભાજપ અને જેડીયુનું ગઠબંધન, નીતીશ કુમારે બોલાવી બેઠક- Gujaratpost
2022-08-08 21:33:15
વેંકૈયા નાયડુની વિદાય પર પીએમ મોદીએ કહી આ મોટી વાતો– Gujarat Post
2022-08-08 12:02:19
શ્રીકાંત ત્યાગી સામે મોટી કાર્યવાહી, મકાનમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું – Gujarat Post
2022-08-08 11:54:16
HDFC એ ત્રણ મહિનામાં છઠ્ઠી વખત હોમ લોનના રેટનો કર્યો વધારો, લેટેસ્ટ રેટ કરો ચેક ? - Gujarat Post
2022-08-09 09:39:53