ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. અમિત શાહે ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકના કુલ 78 પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. જે બાદ જનસભાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, ભારત પાકિસ્તાનની ન્યૂક્લિયર ધમકીઓથી ડરવાનું નથી. આપણે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે અને ભારતના હુમલાથી પાકિસ્તાન ડરી ગયું છે. ઓપરેશન સિંદૂર હેઠળ થયેલી કાર્યવાહીમાં પાકિસ્તાનની જનતાને કોઈ નુકસાન થયું નથી. અમે પાકિસ્તાનના એરબેઝને ધ્વસ્ત કર્યા. આતંકવાદીઓના ઠેકાણાંઓ તોડી પાડ્યાં છે અને આતંકીઓનો ખાત્મો કર્યો છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, સત્તા સંભાળ્યાં પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદી હુમલાઓનો એવો જડબાતોડ જવાબ આપ્યો છે કે દુનિયા હેરાન છે અને પાકિસ્તાન ડરેલું છે. આ વખતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓ નષ્ટ કરવામાં આવ્યાં. પાકિસ્તાનમાં 100 કિમી અંદર ઘૂસીને આતંકીઓને માર્યા છે.
અમિત શાહે આગળ કહ્યું કે આપણે 9 એવા સ્થળોને નષ્ટ કર્યા હતા, જ્યાં આતંકવાદીઓને તાલીમ આપવામાં આવતી હતી, તેમના ઠેકાણા હતા આજે આખી દુનિયા ભારતની પ્રશંસા કરી રહી છે. ઓપરેશન સિંદૂરના નામકરણ પર અમિત શાહે કહ્યું કે આ ઓપરેશનનું નામકરણ ખુદ પીએમ મોદીએ કર્યું હતું.
શાહે કહ્યું, મોદીએ ભારતને વિકસીત બનાવવા માટે કોઈ કસર છોડી નથી અને મોદીએ દેશને સુરક્ષિત કરવાનું કામ પણ કર્યું છે. 2014માં જ્યારે મોદી વડાપ્રધાન બન્યાં તે પહેલા અનેક આંતકવાદી હુમલાઓ થયા હતા. પાકિસ્તાનથી આંતકવાદી આવતા હતા અને આપણા જવાનોને અને જનતાને મારીને ચાંલ્યા જતા હતા. બોમ્બ બ્લાસ્ટ કરતા હતા, ષડયંત્રો કરતા હતા, પરંતુ કોઈ જવાબ આપવામાં આવતો ન હતો, પરંતુ નરેન્દ્ર મોદીએ જ્યારથી શપથ લીધા છે ત્યારથી માત્ર ત્રણ મોટા હુમલાઓ થયા છે પ્રથમ હુમલો ઉરીમાં થયો, બીજો હુમલો પુલવામામાં થયો અને ત્રીજો હુમલો તાજેતરમાં પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત આંતકવાદીઓએ કર્યો હતો, પરંતુ મોદીજીએ દરેક હુમલાનો જવાબ જડબાતોડ રીતે આપ્યો છે.
गांधीनगर में ₹708 करोड़ की लागत के विभिन्न विकास कार्यों के उद्घाटन व शिलान्यास और डाक विभाग के लाभ वितरण कार्यक्रम से लाइव...
— Amit Shah (@AmitShah) May 17, 2025
ગાંધીનગર ખાતે ₹708 કરોડના વિવિધ વિકાસ કાર્યોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ તેમજ ટપાલ વિભાગના લાભ વિતરણ કાર્યક્રમથી લાઈવ. https://t.co/g4oGGmbxT3
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સર્જાઈ ખામી, મુસાફરોનો કોલકાતા ઉતારવામાં આવ્યા | 2025-06-17 09:54:32
જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટની આગાહી, રાજકોટ સહિત સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ | 2025-06-17 09:29:09
વિમાન દુર્ઘટનામાં 125 પીડિતોની ઓળખ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવી, 64 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા | 2025-06-17 08:56:53
ACB ની મોટી કાર્યવાહી, 50 હજારની લાંચ લેતા ક્લાર્ક રંગેહાથ ઝડપાયો | 2025-06-17 08:43:35
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
Fact check: લેબનોનમાં થયેલા વિસ્ફોટના વીડિયોને અમદાવાદ વિમાન દુર્ઘટના તરીકે શેર કરવામાં આવી રહ્યો છે | 2025-06-17 09:50:15
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
એલોન મસ્કે રાજકીય પક્ષની કરી જાહેરાત ! કહ્યું 80 ટકા લોકોએ તેમને ટેકો આપ્યો, જાણો નામ શું છે? | 2025-06-07 08:58:53
પેટા ચૂંટણીઃ ભાજપના સ્ટાર પ્રચારકોના લિસ્ટમાંથી હાર્દિક પટેલની બાદબાકી - Gujarat Post | 2025-06-04 20:04:25
રાહુલ ગાંધી ફરી પીએમ મોદી પર વરસ્યાં, ટ્રમ્પનો ફોન આવતાની સાથે જ મોદીએ સરેન્ડર કેમ કર્યું ? | 2025-06-03 19:32:32
જીગ્નેશ મેવાણીએ એવું તો શું લખ્યું કે કોંગ્રેસના નેતાઓમાં મચી ગયો ખળભળાટ- Gujarat Post | 2025-06-01 08:59:39
વડોદરા, ભૂજ અને અમદાવાદ બાદ ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીનો રોડ શો - Gujarat Post | 2025-05-27 10:45:13
ગુજરાત કેડરના ચાર IAS અધિકારીઓ દિલ્હી ડેપ્યુટેશન પર જશે- Gujarat Post | 2025-06-14 10:54:52
Acb એ ચિલોડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને રૂપિયા 1.10 લાખની લાંચ લેતા ઝડપી લીધા | 2025-06-10 14:38:29
ગુજરાતની 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ જાહેર, 22 જૂને મતદાન 25 જૂને મતગણતરી | 2025-05-28 15:32:36
ગુજરાત બોર્ડની ધોરણ-10 અને 12 ની પૂરક પરીક્ષાનું સમયપત્રક જાહેર | 2025-05-24 13:43:42