જયપુરઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલી BSFની ઐતિહાસિક સાંચૂ પોસ્ટની મુલાકાતે પહોંચ્યાં હતા. આ સમયે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા તેમની સાથે ઉપસ્થિત રહ્યાં હતા. અમિત શાહે સરહદ પર તૈનાત જવાનો સાથે મુલાકાત કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો અને શહીદોને નમન કર્યા હતા.
સાંચૂ પોસ્ટ પહોંચીને અમિત શાહે પ્રહરી સંમેલનને સંબોધિત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, સરહદને અડીને આવેલા 50 કિલોમીટર સુધીના વિસ્તારમાં કોઈ પણ અસામાન્ય પ્રવૃત્તિ પર કડક નજર રાખવામાં આવે. તેમણે BSF જવાનોને નિર્દેશ આપ્યાં કે સરહદી ગામોમાં થતા કોઈપણ ગેરકાયદેસર બાંધકામની માહિતી તાત્કાલિક સિવિલ પ્રશાસન અને પોલીસને આપવામાં આવે. BSFની જવાબદારી માત્ર સરહદની સુરક્ષા પૂરતી મર્યાદિત નથી, પરંતુ સરહદી વિસ્તારોની ગતિવિધિઓ પર પણ સતર્ક નજર રાખવી એટલી જ જરૂરી છે.
ગૃહમંત્રીએ ઓપરેશન સિંદૂર દરમિયાન BSF જવાનોના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે જ્યાં પણ BSF તૈનાત રહી, ત્યાં જવાનોએ માત્ર મજબૂતીથી મોરચો જ નથી સંભાળ્યો, પરંતુ સરહદી વિસ્તારોમાં રહેતા લોકોનો મનોબળ પણ વધાર્યુ છે. અમિત શાહે જણાવ્યું કે દેશના સરહદ પ્રહરીઓ બરફીલા પહાડોથી લઈને ધખધખતા રણ સુધી અને 45 ડિગ્રીથી લઈને માઈનસ 45 ડિગ્રી તાપમાનમાં પણ બહાદુરી, સાહસ અને બલિદાનની ભાવના સાથે પોતાની ફરજો બજાવી રહ્યાં છે. તેમણે ફરજ દરમિયાન શહીદ થયેલા અંદાજે 2 હજાર જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી.
મુલાકાત દરમિયાન અમિત શાહે સાંચૂ પોસ્ટ પર જવાનો સાથે વાતચીત કરી હતી અને તેમની સાથે પરંપરાગત નાસ્તો પણ કર્યો હતો. તેમણે સરહદ સુરક્ષા ઓપરેશન અને રણની વિષમ પરિસ્થિતિઓમાં જવાનોના અનુભવો વિશે માહિતી મેળવી હતી. અંદાજે 42 ડિગ્રી તાપમાન વચ્ચે ગૃહમંત્રીએ જવાનોનો જુસ્સો વધાર્યો હતો અને તેમની સમસ્યાઓ અંગે પણ ચર્ચા કરી હતી.
અમિત શાહે BSFની વિવિધ સરહદી ચોકીઓ પર નવનિર્મિત 14 મહિલા બેરેકનું ઈ-લોકાર્પણ પણ કર્યું હતું. અધિકારીઓના જણાવ્યાં અનુસાર, રાજસ્થાનમાં મહિલાઓ માટે કુલ 79 બેરેક મંજૂર કરવામાં આવ્યાં છે, જેમાંથી 67નું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું કે સરહદ સુરક્ષામાં મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે અને સરકાર તેમને બહેતર સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ મેળવી શકશે નહીં | 2026-06-12 09:13:31
યુએસ મિસાઇલ હુમલામાં હિમાચલના આદિત્ય શર્માનું મોત, જહાજ પર કેડેટ તરીકે ફરજ બજાવતા હતા | 2026-06-11 20:56:07
મણિપુરમાં નાગા સમુદાયના છ મૃતદેહો મળી આવતાં હડકંપ, ઇમ્ફાલમાં ફરી હિંસા ભડકી | 2026-06-11 08:50:34
ઉજ્જવલા યોજનાના નિયમો બદલાયા, 10 કરોડ પરિવારોને ઝટકો, LPG અંગે સરકારનો મોટો નિર્ણય | 2026-06-09 13:03:24
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39