Thu,25 April 2024,1:18 am
Print
header

અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે સિનિયર નેતા અમિત પોપટલાલ શાહની નિમણૂંક

અમદાવાદઃ આગામી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સક્રિય થયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા આજે અમદાવાદ શહેર તથા ગાંધીનગર જિલ્લાના પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ જેમની ટિકીટ કપાઇ હતી તેવા અમદાવાદના પૂર્વ મેયર અમિત પોપટલાલ શાહને અમદાવાદ શહેર તથા અનિલ પટેલને ગાંધીનગર જિલ્લાના પ્રમુખ બનાવવામાં આવ્યાં છે. આ પહેલા શાહના સ્થાને જગદીશ પંચાલ શહેર પ્રમુખ હતા.

તાજેતરમાં યોજાયેલી ચુંટણીઓ દરમિયાન ભાજપ દ્વારા બેથી વધુ વાર ચૂંટાયેલા અને નેતાઓના સગાઓને ટિકીટ નહીં આપવાનું નક્કી કરવાના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી વખતે  પૂર્વ મેયર અમિત શાહને કોર્પોરેશનની ટિકીટ આપી ન હતી તેમજ તેમના પુત્રને પણ પાર્ટીએ ટિકીટ આપી ન હતી જેથી ચર્ચાઓ હતી કે અમિત શાહ પાર્ટીથી થોડા નારાજ છે જો કે આ સિનિયર નેતાને ભાજપે હવે મોટી જવાબદારી આપી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch