Tue,26 September 2023,5:46 am
Print
header

અમેરિકામાં ભારતીય યુવતીના મોતનું રહસ્ય ખુલ્યું, મૃત્યું બાદ અમેરિકન ઓફિસર હસતો જોવા મળ્યો હતા

ન્યૂયોર્કઃ 23 વર્ષીય ભારતીય યુવતી જ્હાન્વી કંડુલાનું જાન્યુઆરીમાં યુએસએના સિએટલમાં પોલીસ વાહન સાથે ટક્કકર થતા મોત થયું હતું અને પોલીસમેન ડેનિયલ ઓર્ડરરનો તેના મોત પર હસતો અને મજાક ઉડાવતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ઓફિસરના બોડી કેમેરામાં રેકોર્ડ થયો હતો. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ અધિકારીઓને હસતા અને મજાક કરતો દર્શાવતો વીડિયો સામે આવ્યાં બાદ સિએટલ પોલીસ યુનિયનના નેતાઓની તપાસ શરૂ કરવામાં આવી છે. સોમવારે બહાર પાડવામાં આવેલા વિડિયોમાં ઓફિસર ડેનિયલ વિદ્યાર્થી જાહ્નવી કંડુલાના અકસ્માત કેસની ચર્ચા કરતા સાંભળી શકાય છે.

વોશિંગ્ટનની નોર્થઈસ્ટર્ન એન યુનિવર્સિટીની 23 વર્ષીય વિદ્યાર્થિની જ્હાન્વી 23 જાન્યુઆરીએ થોમસ સ્ટ્રીટ નજીકથી પસાર થઇ રહી હતી ત્યારે પોલીસ વાહને તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે તે દૂર ફેંકાઈ ગઈ અને તેનું મોત થઈ ગયું હતું. કેવિન દવે વાહન ચલાવી રહ્યો હતો. કેવિન દવેએ દારૂ પીધો છે કે કેમ તેની તપાસ માટે ઓફિસર ડેનિયલ ઓર્ડરર ઘટના સ્થળે પહોંચ્યાં હતા. પરંતુ તેના મૃત્યું પર તેઓ બેશરમ રીતે હસતા અને બૂમો પાડતા જોવા મળ્યાં હતા.

અધિકારીઓ બેશરમ થઇને હસતા જોવા મળ્યાં

ક્લિપમાં સિએટલ પોલીસ ઓફિસર્સ ગિલ્ડના વાઇસ પ્રેસિડેન્ટ ડેનિયલ ઓડરરને ગિલ્ડના પ્રમુખ સાથેના કોલમાં સાંભળી શકાય છે, માઈક સોલનને કહી રહ્યો છે કે તે મરી ગઈ છે અને તેના જીવનની કોઈ કિંમત નથી. આ કહ્યાં પછી ઓર્ડરર હસવા લાગે છે અને મજાક ઉડાવતા કહે છે કે તે એક સામાન્ય માણસ છે. બસ 11,000 ડૉલરનો ચેક લખો. તે 26 વર્ષની હતી, આટલી જ તેની કિંમત હતી. અધિકારીએ એમ પણ કહ્યું હતું કે દવે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો. જો કે, જૂનમાં તપાસમાં જાણવા મળ્યું હતુ કે દવેના વાહનની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાક હતી, જ્યારે પોસ્ટ કરેલી મર્યાદા 40 કિલોમીટર પ્રતિ કલાક હતી.

અસંવેદનશીલ વીડિયો સામે આવ્યો

સિએટલ કોમ્યુનિટી પોલીસ કમિશન (CPC) એ વિડિયો રિલીઝ કર્યા પછી સોમવારે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં ઓર્ડરર અને તેના સાથીદાર વચ્ચેની વાતચીતને હૃદયસ્પર્શી અને આઘાતજનક રીતે અસંવેદનશીલ ગણાવી હતી. સીપીસીએ જણાવ્યું કે સિએટલના લોકો આવા પોલીસ વિભાગ કરતાં વધુ સારી રીતે લાયક છે કે જેમની પાસે સમુદાય સાથે વિશ્વાસ કેળવવાની અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવાની જવાબદારી છે. સીએટલ પોલીસ વિભાગ કહ્યું કે જ્યાં સુધી પોલીસ એકાઉન્ટેબિલિટી ઓફિસ આ ઘટના અંગે તેની તપાસ પૂર્ણ ન કરે ત્યાં સુધી તે આ બાબતે કોઈ ટિપ્પણી કરશે નહીં.

કંડુલાએ આંધ્ર પ્રદેશના કુર્નૂલ જિલ્લાના અડોનીથી 2021માં યુએસ આવી હતી. ટેક્સાસમાં રહેતા તેના કાકા અશોક મંડુલાએ સિએટલ ટાઈમ્સને કહ્યું કે પરિવાર પાસે કહેવા માટે કંઈ નથી. મને આશ્ચર્ય થાય કે શું આવા માણસોને દીકરીઓનું કોઇ મૂલ્ય નથી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch