Sat,20 April 2024,1:03 am
Print
header

અમેરિકાના વર્જિનીયામાં 42-84 કડવા પાટીદાર સમાજનું અધિવેશન યોજાયું- Gujarat Post

- યુએસમાં રહેતા અમદાવાદ, હિંમતનગર, ગાંધીનગર, દહેગામ કડવા પાટીદાર સમાજના 500 થી વધારે પરિવારોએ આપી હાજરી

- 65 વર્ષથી ઉપરના વડીલોનું તથા દાતાઓનું શાલ ઓઢાડીને કરાયું સન્માન 
                  
- અમેરિકામા રહેતા 42-84 કડવા પાટીદાર સમાજનું વર્જિનીયા ખાતે અધિવેશન યોજાયુ 

- તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું 
     
અમેરિકાઃ
વર્જિનીયામાં શનિવારના રોજ 42-84 કડવા પાટીદાર સમાજનું અધિવેશન યોજાયું હતું જેમા અમેરિકામાં વસતા કડવા પાટીદાર સમાજના પરિવારોના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા, જેમા હિંમતનગર, અમદાવાદ, ગાંધીનગર, દહેગામના અને હાલમાં યુએસમાં રહેતા કડવા પાટીદાર સમાજના લોકો હાજર રહ્યાં હતા. મા ઉમિયાના સાનિધ્યમાં દીપ પ્રાગટય બાદ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં લવારપુર નિવાસી સમાજના યુવા પ્રમુખ ધીરજ કે. પટેલ દ્રારા સ્વાગત પ્રવચન કર્યું હતું. છ વર્ષના સાર્થ પટેલે રાષ્ટ્રગીત ગવડાવ્યું હતુ. લવારપુરના દિવ્યેશ પટેલ તથા જાનવી હિતેશ પટેલે પિયાનો ઉપર રાષ્ટ્રગીત વગાડીને ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા. 

મજરાના યુગ પ્રકાશ પટેલે રાષ્ટ્રગીત પિયાનો ઉપર વગાડયુ હતુ, હાજીપુરના 10 વર્ષના ત્વદર્થ પટેલે સંસ્કૃતમાં વક્તવ્ય આપ્યું હતું. જયારે સમાજના 65 વર્ષની ઉપરના વડીલો દાતાશ્રીઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામા આવ્યું હતું. સમાજની ડિરેક્ટરી તૈયાર કરનાર પ્રમુખ ધીરજ પટેલ, અભિષેક ભાઇ પટેલ, દર્શન પટેલ, પ્રકાશ પટેલનું પણ સન્માન કરવામા આવ્યું હતુ. 1963 માં સૌપ્રથમ ખેરોલથી અમેરિકા ખાતે આવેલા સમાજના પ્રથમ વ્યક્તિ મણીભાઈ પટેલ તથા ચંદ્રાલાથી 1965માં અમેરિકા આવેલા શંકરભાઇ પટેલ દ્રારા શરૂઆતમાં કરેલા સંઘર્ષ સાથે વિકાસ યાત્રાનો ચિતાર અહીં રજૂ કરાયો હતો. તેમના પરિવારોનું પણ અહી સન્માન કરાયું હતુ.

પાટીદાર સમાજના તેજસ્વી તારલાઓનું ટ્રોફી આપીને સન્માન કરવામા આવ્યું હતુ અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપવામા આવ્યાં હતા, આ અધિવેશનમાં રમત-ગમતનું પણ આયોજન કરાયું હતુ, મૂળ લવારપુરના રાકેશ પટેલ, ડભોડાના મેહુલ પટેલ, લવારપુરના શિવાની પટેલ, પ્રાંતિજનાપ્રિયાંશી પટેલ દ્રારા રમત-ગમતનું સંચાલન કરાયું હતુ. મજરાના અશોક પટેલ તથા ચંદ્રાલાના બાબુ પટેલ દ્રારા આભારવિધી કરાઇ હતી. અહીં ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું, જેમા ઉપસ્થિત સૌ કોઈએ આનંદિત થઇને ગરબામા ભાગ લીધો હતો. ત્યારે વિદેશમાં પણ એક પરિવાર થઇને રહેતા કડવા પટેલ સમાજના આ સમારોહમાં ઘણા સમય પછી લોકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch